દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રાનોઆજથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતેથી આરંભ થયો છે. આ એકતા રથયાત્રાને રાજયના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિભાઇ અમીન અને મહાનુભાવોના હસ્તે ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે, તા. ૩૧મી ઓકટોબર, ૨૦૧૩ના રોજ તત્કાલીન રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વની વિશાળ કદની પ્રતિમાનું ખાતમૂર્હત કરાવ્યું હતું. આજે પાંચ વર્ષના ટુંકા ગાળામાં રૂપિયા ૨૩૩૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી વિરાળ કદની લોંખડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આગામી તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૮ના રોજ થનાર છે દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના સપૂત એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લલભભાઇ પટેલનું યોગદાન મોટું છે. આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, તે વાતનો ગૌરવ દરેક ગુજરાતીને હોવો જોઇએ. આ યાત્રા થકી રાજયની આજની યુવા પેઢી સરદાર વલ્લભભાઇ પટેલના જીવન અને કવનથી પરિચિત બનશે. આ યાત્રા ગાંધીનગર જિલ્લાના ૧૮૦ જેટલા ગામો, નગરપાલિકા અને મહાનગર પાલિકામાં ફરશે. ગાંધી અને સરદારના મૂલ્ય સમગ્ર દેશમાં જાળવાઇ રહે તે માટેનું આ ઉમદા કાર્ય છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાએ આ સદીમાં બનતાં યાદગાર પ્રસંગોમાનો એક પ્રસંગ હશે. સરદાર વલ્લભભાઇ પટેલ એકાત્મકતા અને એકતાના મોડેલ રહ્યા છે. તેમનું જીવન અને કાર્ય આજની પેઢીને પ્રેરણા રૂપ બની રહે તેવું છે, તેવું કહી સરદાર વલ્લભભાઇ પટેલના જીવન અંગેના અનેક માહિતી સરભર અને રસપ્રદ વાતો ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.
આ પ્રસંગે રાજયના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિભાઇ અમીને ઉપસ્થિત સર્વેને રાષ્ટ્રીય એકતા શપથ લેવડાવ્યા હતા. મહાનુભાવો દ્વારા એકતા રથમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ રથયાત્રાને મહાનુભાવો ના હસ્તે ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. મૂકી જણાવ્યું હતું કે, રખિયાલ ગામથી એકતા યાત્રાનો પ્રારંભ એક સંભારણું બની રહેશે.