નવરાત્રિમાં બહુચર માતાજીને ૨૮૦ કરોડના હારનો શણગાર

1136

મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથકમાં બિરાજમાન જગદંબા બહુચરાજીના ધામે નવરાત્રિની આઠમે રાત્રે ૯.૩૦ વાગે બહુચરાજી પોલીસના ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ પાલખી યાત્રા નીકળી હતી. વિજયાદશમીના દિવસે સમીવૃક્ષની  પૂજનમાટે સાંજે ૪ઃ૦૦ કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી  હતી.

માતાજીની વર્ષમાં ૧૫ વખત શોભાયાત્રા નીકળે છે પરંતુ  વિજયાદશમીના દિવસે નીકળતી આ શોભાયાત્રાની વિશેષતા એ છે  કે માતાજીને તે દિવસે નવલખો હાર પહેરાવવામાં આવે  છે. વિજયાદશમીના દિવસે વિરમગામ હાઈવે પરથી ૧૦૦ મીટરના  અંતરે આવેલ સમીવૃક્ષની પૂજા માટે માતાજીની શોભાયાત્રા નીકળી  ત્યારે માઈભકતોમાં અપાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

સમીવૃક્ષના સ્થળે પહોચેલી શોભાયાત્રામાં જોડાયેલા માઈભકતો બોલ મારી બહુચર જયજય બહુચરના જયધોષ કરતાં  માનું ધામ ગુંજી ઉઠયું હતું. બહુચરની રાજગાદી પર માનાજી ગાયકવાડે ૩૪૦ વર્ષ અગાઉ માતાજીને ભેટ ધરેલા અંદાજે ૨૮૦ કરોડ રૂપિયાનો નવલખો હાર સવારે ૧૦ વાગ્યે ચડાવવામાં આવ્યો હતો.

મા બહુચરના ધામમાં બપોરે ૩ વાગ્યે માતાજીની પાલખી નવલખા હારના શણગાર સાથે નગરમાં કાઢવામાં આવી હતી. જે પાલખીમાં સ્થાનિક અને જિલ્લાના અન્ય સ્થળોએથી બોલાવાયેલા સુરક્ષા જવાનોની વિશેષ ઉપસ્થિતિ રાખવામાં આવી હતી. મંદિરથી નીકળેલી પાલખી શમી વૃક્ષ બેચર સ્થાને લઇ જવામાં આવી હતી.

Previous articleગાંધીનગર જિલ્લામાં આજથી એકતા રથ યાત્રાનો આરંભ
Next articleમાણસાના ગુલાબપુરા ગામે રાત્રિસભા યોજાઇ સેવાસેતું કાર્યક્રમમાં ૩૭૬૬ અરજદારોએ લાભ લીધો