ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગુલાબપુરા ગામે નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજાના અઘ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ, પ્રજાપતિ અને ઠાકોરની વસ્તી ધરાવતા આ નાનકડા ગામના પ્રશ્નો અને સારી યાદગીરી જાણવા ઉપસ્થિત ગ્રામજનો પાસેથી નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ વિસ્તૃત માહિતી મેળવી હતી.
ગુલાબપુરા નાનકડા ગામના ૩૦ ટકા લોકો અમદાવાદ શહેરમાં સ્થાયી થયા છે. ગુલાબપુરાના સુખી, સંપન્ન દાતાઓ દ્વારા માણસા શહેરને વિશાળ ફીઝીયોથેરાપી સેન્ટર અને બલ્ડ બેંકની સેવાઓ મળી છે. તે બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી. ગુલાબપુરા ગામ પાસે માણસા નગરપાલિકાના દ્વારા કચરાની ડમ્પીંગ સાઇડનું નિવારણ થાય, ગામના બે તળાવોમાંથી ગંદા પાણીનો નિકાલ થાય, ગુલાબપુરા- રામપુરા રોડનું અધરું કામ ઝડપી પૂર્ણ કરવા ગ્રામજનોએ જણાવ્યું હતું. ગામમાં યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં ૩૭૬૬ અરજદારોએ લાભ લીધો હતો. નિવાસી અધિક કલેકટરના હસ્તે વિવિધ પ્રમાણપત્રો વિવિધ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માણસા મામલતદાર એમ.વી. પરમાર, ગામના સરપંચ વિષ્ણુભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોંલકી, જિલ્લા આયોજન અધિકારી ચાંપાનેરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.