રાજુલામાં નવરાત્રિ મહોત્સવમાં છેલ્લા દિવસે રંગારંગ કાર્યક્રમ હતો. જેમાં બહોળી સંખ્યામાં ખેલૈયાઓ માતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજુલામાં આયોજીત વિવિધ પાર્ટી પ્લોટો તેમજ જ્ઞાતિવાઈઝ આયોજનોમાં દાંડીયારાસની રમઝટ બોલી હતી. મોડીરાત સુધી માતાજીના ગુણગાન સાથે ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજુલા બ્રહ્મસમાજ આયોજીત નવરાત્રિ મહોત્સવમાં આગેગવાનોની ઉપસ્થિતિમાં ઈનામ વિતરણ કરાયું હતું. જેમાં ઈનામો માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા અપાયા હતા. તમામ માતાઓ-દિકરીઓ-બહેનોને પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે મનોજ વ્યાસ, જનક રાજ્યગુરૂ, વિજયભાઈ જોશી, પ્રવિણભાઈ જાની સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.