સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત અને એનસીવીઆરટી સંલગ્ન નંદકુંવરબા મહિલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર-દેવરાજનગરના ડીએનવાયએસ વિભાગ દ્વારા હાલમાં વિદ્યાર્થીનીઓને જુદી-જુદી વનસ્પતીઓની જાણકારી આપવા માટે વિક્ટોરીયા ગાર્ડનની પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રના વન વિભાગ-ભાવનગરની મુલાકાત લેવામાં આવી હતી.
નંદકુંવરબા મહિલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર-દેવરાજનગરની ડીએનવાયએસ વિભાગની વિદ્યાર્થીનીઓએ આ મુલાકાતમાં ડો.રાજુભાઈ ત્રિવેદી પાસેથી કઈ વનસ્પતિ ક્યા રોગમાં અકસીર ઈલાજ તરીકે કામ કરે છે તેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત ડો.રાજુભાઈ ત્રિવેદીએ આ વન વિભાગમાં વિચરતા જુદા જુદા પક્ષીઓ અને નાના-મોટા જીવજંતુઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.