મહુવા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન, મહારેલી

1666

મહુવા તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના મુખ્ય્‌ તહેવાર દશેરા વિજયા દશમી રાજપુતાના રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય મુળભુત તહેવાર હોય પણ મહુવા તાલુકાના સમસ્ત ક્ષત્રિયોની એકતાએ ઈતિહાસ સજર્યો સૌપ્રથમ પહેલીવાર ક્ષત્રિય સમાજના મહાસંગઠનના લોકોને દર્શન થયા જેમાં ગરાસીયા રાજપુત, કાઠી ક્ષત્રિયો, ગોહિલ વંશના ખસીયા ચોવીસી અને કારડીયા રાજપુત સમાજના ૧૦૦૦ ઉપર યુવાનો વડીલો સાથે મળી મહુવાની ખ્યાતનામ વિશાળ પટેલ વાડીથી બેન્ડ વાજા હથિયારો સહિત મહારેલીનું પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગોથી સુપ્રસિધ્ધ ખીમનાથ મહાદેવ મંદિરે મહંત ભગતબાપુની સાનિધ્યમાં વિદ્વાન પંડિત દ્વારા સમિત ક્ષત્રિયોના શસ્ત્રોનું પુંજન વિધીવત કરાયું આ શસ્ત્ર પુંજને ક્ષત્રિયોનો ઈતિહાસ સજર્યો આવડી મોટી સંખ્યામાં સૌને એક તાંતણે બાધનાર યોગેન્દ્રસિંહ વાળા, રજવાડા વખતમાં કાઠી ક્ષત્રિય સમાજના રજવાડાઓમાં મોટું રજવાડુ મોટા ખુંટવડા ગેલાબાપુ ખુમાણનું ૩પ૦ ગામ છેક શેત્રુંજીના સામે કાંઠે ઠાંસા લુવારા સુધી હતું તે ગેલા બાપુના રાજબીજ ઉત્તરોત્તર વંશ જ અને મહુવા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કાનભાઈ ખુમાણ મોટી વડાળ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ ખુમાણા પુત્ર નજુભાઈ ખુમાણ સરપંચ મોટી વડાળ વિક્રમસિંહ ગળથર, જીલુભા ભુકણ, અમરૂભાઈ માલા, ભરતસિંહ ચુડાસમા, રણજીભાઈ ખુમાણ, મનુભાઈ મોભ, રાજભા ગોહિલ, યોગેન્દ્રસિંહ વાળા (થોરાળ)) રાજપુત સમાજ પ્રમુખ હરપાલસિંહ વાળા (તરેડી) વિક્રમસિંહ વાળા, ભાણુભા ગોહિલ (સેદરડ) અનંતસિંહ સોલંકી કારડીયા રાજપુત સમાજ અગ્રણી સહિતને એક તાંતણે ક્ષાત્રવટને શોભે તે રીતે માત્ર ક્ષત્રિય સમાજની એકતા માટેના શપથ લેવાયા સમસ્ત રાજપુતાનાની રેલી આકર્ષણનું કેન્દ્ર બની.

Previous articleજીવનનગર ગરબી મંડળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું કરાયેલું સન્માન
Next articleરાજુલાના વાવેરા ગામે નવરાત્રીમાં પ્રેરણાદાયક કોમી એકતાનું પ્રતિક