તારીખ-૨૦.૧૦.૨૦૧૮ ના રોજ ચોથા તબક્કા ના સેવાસેતુ નો કાર્યક્રમ રાણપુર તાલુકાના નાગનેશ મુકામે યોજાયો હતો જેમા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા જેમા હાલમાં ગુજરાતમાં પ્રવર્તમાન સ્વાઈન ફ્લુ સંદર્ભે લોકોને ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને બે હજાર કરતા પણ વધુ લોકોએ આ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો આ ઉપરાંત બેટીબચાવો અંતર્ગત કઠપુતળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આરોગ્ય વિભાગ દ્વારા માં વાત્સલ્ય કાર્ડ,ઉંમરના દાખલા,ડાયાબીટીસ ની તપાસ,કસ્તુર બા યોજના,જનની સુરક્ષા યોજના,બી.પી.ની તપાસ અને જનરલ સારવાર આપવામાં આવી હતી.આજના સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.આર આર ચૌહાણ સાહેબ,જીલ્લા કક્ષા માહીતી અને પ્રસારણ અધિકારી એમ કે મુંધવા સાહેબ,મેડીકલ ઓફીસર ઉમરાળા ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ કરવામાં આવ્યો હતો