છાપરીયાળી નજીક થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી ખાતા : ૧નું મોત ચારને ઈજા

1231

ભાવનગરના જેસર તાલુકાના છાપરીયાળી ગામ નજીક વહેલી સવારે થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટેમ્પામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

જેસર-મહુવા રોડ પર છાપરીયાળી ગામ નજીક વહેલી સવારે થ્રી વ્હીલ ટેમ્પો રોડ પરથી નીચે ઉતરી જતા અને પલ્ટી ખાઈ જતા ટેમ્પામાં સવાર કવનભાઈ સગનભાઈ ઉ.વ.ર૭ મુળ મધ્યપ્રદેશના હાલ આસોદર ગામે રહેતા યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ટેમ્પામાં સવાર પરપ્રાંતિય પરિવાર બગદાણા દર્શન કરી પરત આસોદર ગામે જતા બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ બનતા જેસર પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી.

Previous articleસુરતમાં થયેલા હત્યામાં વોન્ટેડ દુધાળા ગામનો શખ્સ ઝડપાયો
Next articleતલગાજરડામાં  ઐતિહાસિક રામકથાનું આયોજન