કોંગ્રેસના નગરસેવિકાના પુત્ર પર કોળીયાક ગામે છરી વડે હુમલો

1146

શહેરના કરચલીયાપરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ગવબુને ચૌહાણના પુત્ર અને તેના પત્ની કોળિયાક ગામે નૈવેદ કરવા ગયા હતા ત્યા કરચલીયા પરામાં રહેતા  શખ્સે છરી મારી દેતા ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના કરચલીયા પરામાં રહેતા નગરસેવિકા ગવુબેન કાનાભાઈ ચૌહાણના પુત્ર બિપીનભાઈ કાનાભાઈ ચૌહાણ અને તેના પત્ની મીનાબેન તેના પીયર કોળિયાક ખાતે નીવેદન કરવા ગયા હતા ત્યારે શૌચક્રિયા કરવા જતાં તેની પાછળ કરચલીયા પરામાં રહેતો સંદીપ રાજેશભાઈ મકવાણા નામનો શખ્સ જતા બીપીનભાઈએ કેમ પાછળ આવે છો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા સંદીપ મકવાણાએ છરી વડે બિપનીભાઈ પર હુમલો કરી છાતી અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ કરી નાસી છુટયો હતો. બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગર સારવાર અર્થે ખસેડાયો છે.

Previous articleલાખણકા ડેમમાંથી પાણી છોડવામાં ગંદુ રાજકારણ રમાઈ રહ્યું હોવાની ખેડૂતોની રાવ
Next articleભાવ. તાલુકાનાં અધેવાડા ગામેથી એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું