ભાવ. તાલુકાનાં અધેવાડા ગામેથી એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું

1590

શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આજે તા. ૨૦ ના રોજ ભાવનગર તાલુકાના અધેવાડા ગામે એકતા રથ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નમસ્કાર કર્યા હતા અને ત્યારબાદ તેમણે  અધેવાડા ગામે થી એકતા રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યુ હતુ,

આ પ્રસંગે યોજાયેલાં કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને  મંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧ ઓકટોબરે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા કે જે વિશ્વની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમા હશે તેનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરશે તે અગાઉ તા. ૨૦ થી ૨૯ સુધી એકતા રથયાત્રા રાજ્યનાં દસ હજાર ગામોમાં ફરી અને સરદાર સાહેબના જીવન કવન વિશે ફીલ્મ ના માધ્યમથી લોકોને માહિતગાર કરી એકતાનો સંદેશ ફેલાવશે વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે દેશના તમામ ૫૬૨ રજવાડાઓને એક છત્ર નીચે લાવી અખંડ ભારતનું નિર્માણ કરવામાં સરદાર સાહેબના યજ્ઞીય કાર્યમાં સૌ પ્રથમ આહુતિ સ્વરૂપે ભાવનગરના મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીએ પોતાનું ભાવનગર રાજ્ય દેશને સમર્પિત કરી એક મહાન રાજવીના દર્શન દેશના લોકોને કરાવ્યા હતા.

આ પ્રસંગે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો, શાળાના વિધાર્થીઓ દ્વારા સરદાર સાહેબ અને મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ને સાંકળતા દેશભક્તિના પ્રસંગો સંદર્ભે નાટક યોજાયુ હતુ, સમુહમાં એકતાના શપથ લેવાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડીરેકટર ગાયત્રીબા સરવૈયા, જિલ્લા સંગઠનના, તાલુકા પંચાયતના પ્રમુખ, પ્રાંત અધિકારી, ગ્રામ્ય મામલતદાર સહિત અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleકોંગ્રેસના નગરસેવિકાના પુત્ર પર કોળીયાક ગામે છરી વડે હુમલો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે