મહિલા સાથે રેસ્ટોરન્ટમાં ઈન્સ્પેક્ટરને BJP કોર્પોરેટરે માર મારતા ચકચાર

811

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ભાજપનાં કોર્પેરેટરે યુપી પોલીસના સબ ઇન્સેપકટરનો ધોલાઇ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ ઘટના મેરઠના કંકરખેડા વિસ્તારમાં બની હતી, જ્યાં  ભાજપનાં કોર્પેરેટર સ્થાનીક હોટેલમાં વિવાદ બાદ યુપી પોલીસ સબ ઇન્સેપકટરની ધોલાઇ કરી હતી.  સબ ઇન્સેપકટર એક મહિલા વકીલ સાથે હોટેલમાં જમવા આવ્યા હતા, આ દરમિયાન હોટલના માલિકો સાથે વાકયુદ્ધ થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારે મોડી રાત્રે મેરઠના કંકરખેડા વિસ્તારમાં સ્થિત એક હોટેલમાં યુપી પોલીસના સબ-ઇન્સપેકટર એક મહિલા સાથે જમવા પહોંચ્યા હતા. હોટેલમાં જમવાનો ઓર્ડર મોડો લવાતા વેઇટર સાથે બબાલ થઇ હતી.  જોતજોતામાં ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું. ભાજપના કોર્પોરેટર મનીશ કુમારે સબ-ઇન્સેપકટર સુખપાલને ગાળો ભાંડી હતી અને બાદમાં તેણે સબ-ઇન્સેપકટરને ઢોર માર માર્યો હતો.

ભાજપના કોર્પોરેટર મનીશ કુમારે જણાવ્યું હતું કે, સબ-ઇન્સેપકટર સુખપાલ અને મહિલા સાથે બેસીને દારૂનું સેવન કરી રહ્યા હતા અને મામલો બિચક્યો હતો. જોકે ફરિયાદી મહિલા વકીલે જણાવ્યું હતું કે, તે સબ-ઇન્સેપકટર સાથે કોઇ કેસ મામલે વાત કરવા હોટેલમાં ગયા હતા અને જમવાનો સમય થતા તેમણે જમવાનું ઓર્ડર કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ કરેલા આક્ષેપો માથા અને ધડ વગરના છે અમે હોટેલમાં દારૂનું સેવન કર્યું નહતું. પોલીસે કોર્પોરેટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપૈસાની તંગીથી ત્રસ્ત એક જ પરિવારનાં ૪ લોકોનો ફાંસી ખાઇ આપઘાત
Next articleભાજપા સાંસદ ભોલા સિંહનું ૮૨ વર્ષે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો