પાંચ દિવસ પૂર્વે કોંગ્રેેસમાં જોડાયેલા રાજુ સોલંકી હવે ભાજપમાં જોડાયા

808
bvn11112017-11.jpg

પાંચ દિવસ પૂર્વે કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર રાજુ સોલંકી આજે ભાજપમાં જોડાતા ચક્ચાર મચી જવા પામી છે.
વીર માંધાતા કોળી સમાજ સંગઠનના ભાવનગરના અધ્યક્ષ રાજુ સોલંકી તાજેતરમાં જ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતની ઉપસ્થિતિમાં કોંગ્રેેસમાં જોડાયા હતા અને ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટીકીટ માંગી હતી. જો કે, કોંગ્રેસમાં જોડાતા તેમને કોળી સમાજના આગેવાનોની નારાજગી વ્હોરવી પડી હતી. ત્યારબાદ આજે પાંચ જ દિવસમાં તેઓ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જેના લીધે ભાવનગરમાં ચક્ચાર મચી જવા પામી છે.
અમદાવાદમાં પત્રકારોને જણાવ્યા મુજબ ક્ષણિક આવેશમાં આવીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધા બાદ સમાજમાં આગેવાનો અને વડીલોની સમજાવટથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કરી ભાજપમાં જોડાયો હોવાનું રાજુ સોલંકીએ જણાવ્યું હતું. ભરતસિંહ પરમાર, રાજેશ ચુડાસમા, કાળુભાઈ ડાભી, ડો.જગદિશ ભાવસારની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

Previous articleબુધેલ ગામે જીતુ વાઘાણીની વિરૂધ્ધ પોસ્ટરો લાગતા પોલીસ દોડી ગઈ
Next articleપોતાના લગ્નની કંકોત્રી દેવા નિકળેલા સિહોરના યુવાનનું અકસ્માતમાં મોત