માલ્યાનું ગીરવે મૂકેલુ ઘર ખાલી કરાવવા સ્વિસ બેન્કે યુકે હાઈકોર્ટમાં અરજી કરી

895

સ્વિસ બેન્ક યુબીએસ એજીએ દેવાદાર વિજય માલ્યા, તેમની માતા અને પુત્રને આલીશાન મકાન ખાલી કરાવવા અંગેની કામગીરી હાથ ધરી છે. આ માટે બેન્ક યુકે હાઈકોર્ટમાં અરજી કરી છે. બેન્કે કોર્ટ કરેલી અરજીમાં મોર્ગેજ સમાપ્ત થઈ ગયું હોવાનું અને ફરીથી ભરવામાં ન આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

યુબીએસ દ્વારા રોસ કેપીટલ વેન્ચર લિમિટેડ, વિજય માલ્યા, તેમના માતા લલિથા માલ્યા અને પુત્ર સિધ્ધાર્થ માલ્યા સામે યુકે હાઈકોર્ટની બિઝનેસ અને પ્રોપર્ટી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ સુનાવણી આગામી તા.૨૪ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. રોઝ કેપિટલ વેન્ચર લિમિટેડે માર્ચ ૨૦૧૨માં પાંચ વર્ષ માટે પ્રોપર્ટીને મોર્ગેજ કરવા બદલ ૨૦.૪ મિલિયન પાઉન્ડ (રૂપિયા ૧૯૫ કરોડ) વ્યાજ યુબીએસ પાસેથી લીધું હતું.

યુબીએસ આ અંગે જણાવ્યું હતું કે માલ્યા, તેની માતા અને પુત્ર અહીં રહે છે. અને તેઓ ટ્રસ્ટના લાભાર્થીઓ છે. બચાવમાં માલ્યાએ જણાવ્યું હતું કે ગ્લાકાડાનો રોઝ કેપિટલમાં હિસ્સોછે. અને ગ્લાકાડોએ સાઈલેટા ટ્રસ્ટની માલિકીનું છે. જે માલ્યાનું ફેમિલિ ટ્રસ્ટ છે. યુબીએસએ આ અંગે કરેલા દાવામાં જણાવ્યું છે કે લોનની એક્સપાયરી થઈ ગયા બાદ બેન્ક દ્વારા માલ્યાને પ્રોપર્ટી ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. પરતું માલ્યાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો.

 

Previous articleજો પરમાણુ હુમલો થશે તો મારા સૈનિકો તો સ્વર્ગમાં જશે જ પણ દુશ્મનો પણ મરશે
Next articleટ્રમ્પ દરેક વિરોધીઓને દુશ્મન ન સમજે : નિક્કી હેલી