ગોવા હંમેશાથી ટૂરિસ્ટનું ફેવરિટ પ્લેસ રહ્યુ છે. મુંબઇથી ગોવા જવા માટે અત્યાર સુધી તમે બસ, ટ્રેન કે હવાઇ મુસાફરી કરી હશે પરંતુ હવે તમે લક્ઝૂરિયસ ક્રૂઝમાં બેસીને ગોવા જઇ શકો છો. ૨૦ ઓક્ટોબરથી મુંબઇથી ગોવા વચ્ચે પહેલી ક્રૂઝની શરૂઆત થઇ ચૂકી છે. ક્રૂઝ આંગ્રીયાના પહેલા જ દિવસે એક કપલે પોતાના જીવનની સૌથી મહત્વની ક્ષણ ક્રૂઝ પર સેલિબ્રેટ કરી.
ક્રૂઝ શિપ પર હાજર એક કપલે સમુદ્રની વચ્ચોવચ લગ્ન કર્યા. કપલે શિપમાં કેક કાપીને ઉજવણી કરી. કેપ્ટને કહ્યુ કે, ’’અમને પણ લગ્નની ઉજવણીમાં શામેલ થવાનો હક છે, તેઓ બાદમાં કોર્ટમાં સાક્ષી રજૂ કરીશ કે મધદરિયે લગ્ન કર્યા છે. મને એ વાતની ખુશી છે કે ભારતના પહેલા ક્રૂઝમાં લગ્ન કરવાની તક મળી.’’
માહિતી પ્રમાણે, મુંબઈના આ કપલે ૨૦ ઓક્ટોબરે મુંબઈની એક કોર્ટમાં જ લગ્ન કર્યા. આ દિવસે આંગ્રીયા ક્રૂઝ પણ મુંબઈથી ગોવા જવા રવાના થવાની હતી એટલે પ્રબીર અને સયાલી કોરેયાએ પોતાના લગ્નની ઉજવણી ક્રૂઝ પર કેક કાપીને કરવાનું નક્કી કર્યુ. આ કપલ માટે ક્રૂઝના કેપ્ટન તમામ તૈયારી કરી નાખી હતી. ૧૫ વર્ષોમાં ૬૦ ક્રૂઝ શિપ ઑપરેટ કરી ચૂકેલા કેપ્ટન ઇરવિન સિકેરિયાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, કપલ કોર્ટમાં કહી શકશે કે અમે શિપ પર લગ્ન કર્યા છે. શિપ પર લગ્ન કરનારી સયાલીએ કહ્યુ કે, ’’હું ગર્વ અનુભવી રહી છું કે મેં ક્રૂઝ પર લગ્ન કર્યા, મારા માટે સ્વપ્ન સમાન હતુ. હુ્ં જીવનમાં પ્રથમ વખત ક્રૂઝમાં સવારી કરી રહી છું.’’ જણાવી દઇ એ કે લક્ઝ્યૂરિસ ક્રૂઝ દ્વારા સમુદ્ર માર્ગે મુંબઇથી ગોવા જવાનું સપનું સાકાર થશે.