ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન પોતાની આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદથી ખુશ નથી. તે અન્ય ટીમ તરફતી આગામી આઈપીએલમાં રમી શકતો જોવા મળી શકે છે. રિપોટ્ર્સ પ્રમાણે ધવન પોતાની ઓછી ફી થી ખુશ નથી. જેથી સનરાઇઝ્સ મુંબઈ ઇન્ડિયન્સ સાથે તેના ટ્રાન્સફર વિશે વાતચીત કરી રહી છે. જો બધુ યોગ્ય રહ્યું તો ધવન જલ્દી જ રોહિત શર્મા સાથે આઈપીએલમાં રમતો જોવા મળશે. આ પહેલા ધવન ૨૦૦૯,૨૦૧૦માં મુંબઈ તરફથી રમી ચૂક્યો છે.
રિપોટ્ર્સ પ્રમાણે ધવન પોતાની વર્તમાન ટીમ સાથે ખુશ નથી. તેણે ટીમ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે તેનો ફ્રેન્ચાઇઝી સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ છે ણ મિડ ટ્રાન્સફર વિન્ડો પ્રમાણે ધવન બીજી ટીમનો હાથ પકડી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ધવનની હૈદરાબાદના કોચ ટોમ મુડી સાથે રકઝક થઈ હતી. તેણે કહ્યું હતું કે તેને ટીમમાં નંબર-૧ કે નંબર-૨ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવે, કારણ કે તે ટીમ ઇન્ડિયાના ટોપ-૪ ખેલાડીઓમાંથી એક છે.
ધવનને હૈદાબાદની ટીમે ઇ્સ્ પ્રમાણે ૫.૨ કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તે હૈદરાબાદ તરફથી ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી ન હતો.