છેલ્લાં ઘણાં સમયથી દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહના લગ્નને લઈ ચર્ચા થતી હતી. અંતે, હવે, દીપિકા તથા રણવિરે પોતાના લગ્નની જાહેરાત કરી છે. દીપિકા તથા રણવિરે સોશ્યિલ મીડિયામાં લગ્નની જાહેરાત કરી છે અને ૧૪-૧૫ના નવેમ્બરના રોજ લગ્ન કરવાની વાત કરી છે. વ્હાઈટ તથા ગોલ્ડન રંગના આ કાર્ડમાં દીપિકાએ ચાહકોને બિગ સરપ્રાઈઝ આપી છે. લગ્નના કાર્ડમાં લખ્યું છે, ’’અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન ૧૪-૧૫ નવેમ્બરે નક્કી થયા છે. બહુ જ પ્રેમ દીપિકા તથા રણવિર.’’ કાર્ડમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે દીપિકા તથા રણવિર ક્યા લગ્ન કરવાના છે. જોકે, માનવામાં આવે છે કે દીપિકા તથા રણવિર લેક કોમો, ઈટાલીમાં જ લગ્ન કરવાના છે.
રણવિર તથા દીપિકા ૨૦૧૩થી એકબીજાને ડેટ કરે છે. ચાહકોની વચ્ચે આ બંને ’દિપવીર’ના નામથી લોકપ્રિય છે. આ બંનેએ ’રામલીલા’, ’પદ્માવત’ તથા ’બાજીરાવ મસ્તાની’માં સાથે કામ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા તથા રણવિર ઘણાં જ પ્રાઈવેટ પર્સન છે.