વર્લ્ડકપ-૨૦૨૩નું જાહેર કર્યું ફોર્મેટ, ક્વોલિફાઇ માટે ૩૨ ટીમો કરશે સંઘર્ષ

1133

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ૈંઝ્રઝ્ર)એ ૨૦૨૩ના વિશ્વકપ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ૧૩માં વિશ્વકપનું આયોજન ભારતમાં થશે, જે ૯ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૨૬ માર્ચ સુધી ચાલશે. આ વિશ્વકપમાં પણ ૨૦૧૯ના વર્લ્ડ કપની જેમ ૧૦ ટીમો ભાગ લેશે. પરંતુ વિશ્વકપમાં ક્વોલિફાઇ કરવા માટે ૩૨ ટીમો સંઘર્ષ કરશે.

૨૦૨૩ આઈસીસી વિશ્વકપ માટે ૩૨ ટીમો ૬ અલગ-અલગ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આ રીતે ૩૨ ટીમોમાંથી ૧૩ ટીમો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ દ્વિપક્ષીય શ્રેણી રમશે. આ શ્રેણી જુલાઈ ૨૦૨૦થી ૨૦૨૨ સુધી આયોજીત થશે, જેમાં કુલ ૧૫૬ મેચ રમાશે. પ્રત્યેક ટીમ અહીં ૨૪ મેચ રમશે. આ મેચોના આધાર પર ટોપ ૮ ટીમો ૨૦૨૩ વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાઇ કરશે અને બાકીની અંતિમ પાંચ સ્થાનો પર રહેલી ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર (૨૦૨૨) રમવાનો રહેશે. વર્લ્ડકપ માટે બાકીની બે ટીમોની પસંદગી આઈસીસીની બાકી ઈવેન્ટ્‌સ (શ્રેણી)ના આધારે નક્કી થશે.

બાકીની ૭ ટીમો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨ રમીને આવશે. લીગ ૨ જુલાઈ ૨૦૧૯-૨૦૨૧ સુધી આયોજીત થશે. આ હેઠળ ૧૨૬ મેચ આયોજીત થશે અને આ લીગમાં રમનારી પ્રત્યેક ટીમને ૩૬-૩૬ મેચ રમવાની રહેશે. આ લીગની ટોપ ૩ ટીમો  ઝ્રઉઝ્ર ક્વોલિફાયર (૨૦૨૨) માટે ક્વોલિફાઇ કરશે. આ લીગમાં અંતિમ ચાર સ્થાન પર રહેલી ચાર ટીમોને ઝ્રઉઝ્ર ક્વોલિફાયર પ્લે-ઓફ (૨૦૨૨) ડિમોટ કરવામાં આવશે. અહીં આ ટીમો સ્કોટલેન્ડ, યૂએઈ અને નેપાળ સાથે રમશે. આઈસીસીએ બાકીની ૧૨ ટીમોને ૨ લીગમાં વહેંચી છે. આ લીગ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ એ (ઓગસ્ટ ૨૦૧૯-૨૦૨૧) અને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ બી (ઓગસ્ટ ૨૦૧૯-૨૦૨૧) છે. આ લીગમાં કુલ ૯૦ મેચ રમાશે, જેમાં પ્રત્યેક ટીમ ૧૫-૧૫ મેચ રમશે.

આઈસીસી વર્લ્ડ સુપર લીગમાં ભાગ લેનારી ૧૩ ટીમો :-

ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ, નેધરલેન્ડ.

Previous articleઓસી.પ્રવાસમાં ભારત પાસે ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ તક : વીલિયર્સ
Next articleભારતે હોકીમાં પાકિસ્તાનને ૩-૧થી આપી કારમી હાર