મહુવા શહેર વહીવંચા વંશ લેખક બારોટ સમાજની બેઠક મળી. જેમાં વંશ લેખક વહીવંચા બારોટ સમાજના રાષ્ટ્રીય મહાસંગઠન અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાને વેગ આપવા સૌરાષ્ટ્રના ૧૩ જિલ્લાઓમાં સંગઠનો, કારોબારી સહિત થઈ રહ્યાં છે તેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આજે મહુવા શહેર વહીવંચા બારોટ સમાજની કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ હાદાભાઈ બારોટ, ઉપપ્રમુખ મુકેશભાઈ શિવદાનભાઈ બારોટ, મહામંત્રી નટુભાઈ એચ. બારોટ, સુરેશભાઈ જે. બારોટ, ખજાનચી નટુભાઈ બી. બારોટ કુંભણ કારોબારી સભ્ય રાજદેવભાઈ બારોટ, વિનુભાઈ બારોટ, મુકેશભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ, પ્રતાપભાઈ બી. બારોટ, નયનભાઈ કે. બારોટ, ભોળાભાઈ બી. બારોટ, કમલભાઈ ઘનશ્યામભાઈ બારોટ, કેવલભાઈ એચ. બારોટ, શ્યામભાઈ સી. બારોટ, અશોકભાઈ એચ. બારોટ, દેવાંગભાઈ ડી. બારોટ અને શરદભાઈ એચ. બારોટ સહિત કારોબારી સભ્યો સર્વાનુમતે વરણી થતા સમસ્ત બારોટ સમાજ તેમજ અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ પરમેશ્વર જી.બ્રહ્મભટ્ટ (બારોટ) ગુજરાત પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ, યુવા પ્રકોષ્ઠ ગુજરાત રાજ્યના પ્રમુખ હિતેશભાઈ બારોટ, પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ તેમજ સૌરાષ્ટ્રના ૧૩ જિલ્લાની વંશલેખક બારોટ સમાજની જવાબદારી સોંપાઈ છે તેવા અમરૂભાઈ બારોટ અને સાથી કનકભાઈ બારોટ રાજકોટ તરફથી બારોટ સમાજના મહાન સંત શાંતિબાપુ તરફથી લાખ લાખ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.