જાફરાબાદ તાલુકાના બહુ સંખ્યક વસ્તી ધરાવતા ગામ હેમાળ ગામે સરપંચ મયલુભાઈ ખુમાણ દ્વારા નિયત થયેલ ગ્રામ સભામાં આવેલ ડી.એમ. કંડોરીયા ૧૦૬ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી તથા સર્કલ ઓફીસર જાફરાબાદ રેવન્યુ તલાટી હેમાળ, ટીએમસી તલાટી કમ મંત્રી, આશાવર્કર, ગ્રામ સેવક ટીંબી ગૃપ અને ગામના સરપંચ મયલુભાઈ સાથે ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ગ્રામ સભા કરવા હેમાળ આવેલ . હેમાળ ગામમાં છેલ્લા ૬ મહિનાથી તક. મંત્રીની સતત (ઈન્ચાર્જ) ગેરહાજરીર હેવાથી ગ્રામજનો ત્રાીહમામ પોકારી ઉઠેલ વારંવાર સરપંચ મયલુભાઈ દ્વારા ડી.ડી.ઓ. કલેકટર સુધી હેમાળ ગામને ત.ક.મંત્રીની કાયમી નિમણુંક આપો અને જે જે તલાટી કમ મંત્રીઓ મુકેલ તે ઈન્ચાર્જમાં કયારેક કયારેક લબુક ઝબુક થતા ગ્રામના એક પણ વિકાસના કામો ગામ જનતાના વિધ પ્રકારના દાખલાઓ કે જમીન મહેસુલ ગ્રામ પંચાયતના તમામ વેરાઓ અટકી પડવાથી આખરે સરપંચ મયલુભાઈએ જીલલા નાયબ ડીઢડીઓ માંકડને ટેલિફોનીક વાત કરેલ તો તેના જવાબમાં કાયમી તલાટીમંત્રીનો ઓર્ડર કાપઢવા કાર્યવાહી કરીશું પણ આજ સુધી હેમાળ ગામની જનતાને ઉલ્લુ બનાવ્યા સિવાય કોઈ કાર્યવાહી ન થતા આખરે સરકાર તરફથી નિયત થયેલ તા. ર૦-૧૦-ર૦૧૮ તારીખે તાલુકાથી જિલ્લાના અધિકારીઓ હેમાળ ગામે ગ્રામસભા કરવા આવી ગયા પણ જનતાનો રોષ ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં તમામ અધિકારીઓને સરપંચ દ્વારા ગ્રામ સભાનો બહિષ્કાર કરતા સન્નાટો છવાઈ ગયો સરપંચ આવેલ તમામ અધિકારીઓને કહેલ કે પહેલા અમારા ગામમાં અમારી માંગણી તલાટી કમ મંત્રીની કાયમી નિમણુંક આપો પછી જ ગ્રામસભાનું આયોજન થશે અને સર્વો અધિકારીઓ ગ્રામસભાનો બહિષ્કાર થતા વિલા મોઢે પાછા ફરવું પડતા બાબરીયવાડમાં ટાપ ધી ટેન બનાવ બનવા પામેલ છે.