રાજુલા તાલુકાના ખેરાળી ગામે ૧૦ સિંહોના ટોળા ગામમાં ઘુસી ૧૦ દિવસમાં ૧૩ પશુઓના મારણ દરરોજ સિંહોના ટોળા ઉભી બજારે ચડી એક ત્રાડથી જાણે ગામમાં કર્ફ્યુ લદાય જાય છે અને સિંહોને મનફાવે તેવા ઘરઘણીના કિંમતી પશુઓ, રેઢીયાર ઢોર તો સહેલાઈથી બજારમાં મારણ કરે છે અને રેઢીયાર પશુ હવે બજારમાંય ન મળવાથી લોકોના ઘરમાં ઘુસી હાકલા પડકારા કરવા છતા કિંમતી પશુને ફાડી ખાય નિરાંતે ભોજન કરી ચાલ્યા જાય છે. આ બાબતે ખેરાળી ગામમાં સાંજ પડે ધડોધડ દરવાજા બંધ થઈ જાય છે અને આખી રાત પોતપોતાના ઘરમાં લોકો સલામત નથી. વન વિભાગને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં તથા અમરેલીથી જુનાગઢ એસીએફને સરપંચ દડુભાઈ દ્વારા રજૂઆત કરાઈ છે. આમ છતાં ગામની જનતાને સિંહોના આતંકથી ભયમુક્ત નહીં કરાય અને કોઈ કાર્યવાહી નહીં થાય તો ગામની જનતા વન વિભાગ કચેરી રાજુલાથી અમરેલી ડીએફઓ કચેરીનો ઘેરાવ કરવા ચક્રો ગતિમાન થાય છે.