ઉમરાળાના રંઘોળા ગામે રહેતાં શખ્સને એસ.ઓ.જી. ટીમે ચોરાઉ મોબાઈલો સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. બાવકુદાન કુંચાલાને મળેલ બાતમી આધારે રંઘોળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ભરતભાઇ ઉર્ફે મોરલો બાલાભાઇ પરમાર ઉ.વ.૨૩ રહેવાસી રંઘોળા ગામ, તા.ઉમરાળાવાળાને જુદી જુદી કંપનીના શંકાસ્પદ/ચોરાઉ મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૨૬,૫૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ