ગારિયાધારના સમઢીયાળા ગામની સીમમાં શેત્રુંજી નદીના કાંઠે રેતી ખનન કરતા મુખ્ય ત્રણ ઈસમો સહિત ૧ર શખ્સોને આર.આર. સેલ અને ગારિયાધાર પોલીસે સંયુકત રેડ કરી રૂા.૩૭ લાખ ૪૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર રેન્જ આઈજીપી નરસિમ્હા કોમરની સુચનાથી અને માર્ગદર્શન મુજબ આર.આર. સેલ ભાવનગર પીએસઆઈ તથા સ્ટાફ તેમજ ગારિયાધાર પો.સ.ઈ. તથા સ્ટાફ સાથે ત્રણ ટીમ બનાવી ગારિયાધાર તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં શેત્રુંજી નદી કાંઠાના આશરે ચારેક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જગ્યાએ રેઈડ કરી રેતખનન કરતા જયદેવભાઈ ગોરખભાઈ ગરાણીયા રહે.સમઢીયાળા, સામતભાઈ બાલાભાઈ કરમટા રહે.સમઢીયાળા, પ્રતાપભાઈ રાણાભાઈ ગરાણીયા રહે.સમઢીયાળા તથા જેસીબી ઓપરેટરો, બોટ ઓપરેટરો, ટ્રક ચાલકો મળી કુલ ૧ર ઈસમો પકડી પાડી જેસીબી-૩, ટ્રેક્ટર-૧, ટ્રક-પ, બોટ-૩ (રેતી નદીના તળીયેથી ખેચવાના મશીન સહિત) રેતી-૧૪ ટન આશરે, પાઈપલાઈન, પીપનો ઉપયોગ કરી બનાવેલ માચડા, ચારણા ૩ મળી કુલ રૂા.૩૭,૪૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ઈપીકો રેતી ચોરીના ગુન્હા ગારિયાધાર પો.સ્ટે.માં દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ.