લૂંટના ઈરાદે વૃધ્ધ દંપતીની હત્યાના ગુનામાં ચાર ઝડપાયા

1512

પાલિતાણાના રંડોળા ગામે વાડી વીસ્તારમાં રહેતા વૃધ્ધ દંપતિની ગત તા. ૧૬ના રોજ કોઈ અજાણ્યા ઈસમોએ લૂંટના ઈરાદે હત્યા કરી નાસી છુટયાની રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરતાં ગુનામાં ચાર શખ્સોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણાના રંડોળા ગામે વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઈ રાઘવભાઈ રંગપરા (ઉ.વ.૭પ) અને તેના પત્ની વજુબેન રંગપરા (ઉ.વ.૭૦) ગત તા. ૧૬ના રોજ પોતાના ઘરે ખાંટલામાં સુતા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલ શખ્સોએ બન્નેને ખાંટ સાથે બાંધી બોથડ અને તિષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી નાસી છુટયા હતાં. બનાવ અંગે પાલિતાણા રૂરલ પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ગુનામાં વિનોદ ઉર્ફે ભોપયો બાબુભાઈ સોલંકી (ઉ.વ.ર૮, રે. હાલ રંડોળા મુળ, પાલિતાણા), હરેશ ભુપતભાઈ વાઘેલા (ઉ.વ.૧૮, રે. ભીલવાસ, પાલિતાણા), મુકેશ ઉર્ફે મુકો ભાકુભાઈ વાઘેલા (ઉ.વ.ર૭, રે. ભીલવાસ પાલિતાણા) અને મોહન કાકુભાઈ વાઘેલા (ઉ.વ.૩ર)ને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવમાં મુખ્ય આરોપી વિનોદ સોલંકી વૃધ્ધ દંપતિની વાડીએ ભાગીયુ રાખી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

Previous articleપોલીસ પરિવાર દ્વારા શહિદ દિનની ઉજવણી
Next articleતા.૨૨-૧૦-ર૦૧૮ થી ૨૮-૧૦-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય