ભારત-ચીન યુદ્ધનાં ૫૬ વર્ષ બાદ મળ્યું વળતર, એક ઝટકામાં બન્યા કરોડપતિ

835

બોમડીલા : ભારત-ચીન યુદ્ધનાં ૫૬ વર્ષ બાદ અરૂણાચલ પ્રદેશનાં ગ્રામીણોને તેમની જમીનનાં વળતર તરીકે આશરે ૩૮ કરોડ રૂપિયા મળ્યા છે. સેનાએ પોતાનાં બંકર અને બૈરક વગેરે બનાવવા માટે જમીન અધિગ્રહણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરન રેજિજૂ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ શુક્રવારે પશ્ચિમી ખેમાંગ જિલ્લામાં આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગ્રામીણોને વળતરની રકમના ચેક સોંપ્યા હતા. રિજિજૂએ જણાવ્યું કે, ગ્રામીણોને કુલ ૩૭.૭૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ જાહેર જમીન હતી માટે જે વળતરની રકમ ગ્રામીણોની વચ્ચે વહેંચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ૧૯૬૨ની ભારત-ચીન યુદ્ધ બાદ સેનાએ પોતાનાં બેઝ, બંકર, બૈરેક બનાવવા અને માર્ગ, પુલ તથા અન્ય નિર્માણ કાર્યો માટે ઘણી જમીનનું અધિગ્રહણ કર્યું હતું. પશ્ચિમી ખેમાંગ જિલ્લામાં એપ્રીલ ૨૦૧૭માં ત્રણ ગામોને ૧૫૨ પરિવારોને ૫૪ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં ગ્રામીણોને ૧૫૮ કરોડ રૂપિયાની એક અન્ય ભાડુ આપવામાં આવ્યું. આ રકમ તેમની ખાનગી જમીનનાં અવેજમાં અપાઇ હતી. તેમની જમીનનું અધિગ્રહણ સેનાએ કર્યું હતું.

Previous articleએનડીએ સહયોગી ઇન્જીઁએ મ.પ્રદેશમાં ૫૬ ઉમેવારો મેદાનમાં ઉતાર્યા
Next articleજમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા, લોકોમાં ભયનો માહોલ