તા.૨૨-૧૦-ર૦૧૮ થી ૨૮-૧૦-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય

1583

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ ગુરૂનોબંધનયોગ અને અશુભ ચાંડાળયોગ વિચારોમાં નિર્બળતા આપે છે અને સુર્ય ચંદ્રનો ગ્રહણ યોગ આત્મવિશ્વાસ નિર્બળ બનાવે છે તેથી વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. વધુ પડતી અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદોન સર્જાય તે જોશો. સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકારમળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે બુધવારના વ્રત અને શરદ પુર્ણિમાના શુભ દિવસે સાંજે ચંદ્રને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ગુરૂ ગ્રહની શુભ દ્રષ્ટિ અને રોગ શત્રુ સ્થાનમાં સુર્ય ગ્રહનું સ્થાન બળ પામવું શરદ પુર્ણિમાંના શુભ અવસરમાં કાર્ય સફળતાના સંપુર્ણ યોગ મળે છે. માત્ર આ સમયમાં આળસ અને મનોરંજનથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનમાં પ્રતીષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનીચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો નિર્બળ વિચારો અને ન ગમતા કાર્યોનો ત્યાગ કરશો તો મંગળ કેતુ અને ગુરૂગ્રહના અશુભ ભ્રમણમાં પણ કાર્ય સફળતાના યોગ મળશે. માત્ર નિરપેક્ષ ભાવના કેળવશો અને જે મળે તેમાં સંતોષ મેળવશો તો જ આનંદમાં રહી શકશો. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હજુ થોડો સમય રાહ જોવી જરૂરી  છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભ દાયી રહેશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જ ીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ મંગળનો અંગાય યોગ અને સુર્યગ્રહનો બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપવા તત્પર છે. જો કાર્ય સફળતા આ સમયમાં પણ મેળવવીહોય તો ભુતકાળને ભુલી ને વર્તમાનમાં જીવવું અને ધીરજ અને ધીમીગતીએ નિર્ણયો કરવા જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોના કાર્યોથી લાભ રહેશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શરદ પુર્ણિમાં એ ઉપવાસ અને સાંજે ચંદ્રનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ અને રાહુ ગ્રહના અશુભ બંધનયોગમાં પણ શરદ પુર્ણિમાંનો આનંદ આપવા રાશીપતી સુર્યગ્રહના આર્શીવાદ મળે છે. તેથી કાર્ય સફળતા સાથે આત્મવિશ્વાસમાં પણ વૃધ્ધી થશે માત્ર હિતેચ્છુઓની સલાહ લાભદાયી રહેશે.  મિલ્કત અને વારસાઈક ાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારોનીસલાહથી લાભ રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન અને આર્થિક રીતે શુભફળ મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરાસમયમાં પણ કાર્ય સફળતા મળે છે. નસીબનો સહકાર અચાનક લાભ પણ આપે છે. માત્ર મીઠીવાણીથી કાર્યોમાં સફળતા મળી શકે છે. અને ધીમીગતી મળશે. તેથી ઉતાવળા સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ મળશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આત્મવિશ્વાસમાં વૃધ્ધી અને જીદ્દી સ્વભાવમાં ત્યાગ કરવાનું સુચવે છે. જેવો સ્વાભાવ અને વિચારો હશે તેવી કાર્ય સફળતા મળવાના યોગ છે. તેથી મૌન બનીને એકાગ્રતા કેળવવાથી જ કપરા કાર્યો સરળ બની શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હજુ થોડો સમય રાહુ જોવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને મુસાફરીમાં ધ્યાન રાખવું જરૂરી બનશે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો જન્મના ચંદ્ર ઉપર ગુરૂગ્રહનું ભ્રમણ શુભ ગજકેસરી યોગ અને પરાક્રમ સ્થાનમાં રાશી પતી મંગળગ્રહનું સ્થાન બળ પામવું ઘણા વર્ષો પછી શરદપુર્ણિમાંનો તહેવાર આનંદ ઉત્સાહથી ઉજવી શકશો. માત્ર સમય સાથે  જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે.  પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોની પ્રગતિ જોઈ શકશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશ. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય થઈ શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને રાહુ ગુરૂ ગ્રહનો બંધનયોગ નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. તેથી શ્રધ્ધા અને વિશ્વાસ ડગી શકે છે. માત્ર આત્મવિશ્વાસમા વૃધ્ધી અને કાર્યોમાં એકાગ્રતા કેળવશો તો કાર્ય કાર્યસફળતાના યોગ પણ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોની સલાહ ઉપયોગી બનશે જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદ મળે છે માત્ર રાશી પતી શનિગ્રહની પનોતીનો કપરો સમય ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતીનું નિર્માણ કરી શગકે છે. જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો સફળતા જરૂર મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનીવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નસીબ કર્મ અને લાભસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે મહત્વના કાર્યોનું નિરાકરણ મળશે માત્ર સ્વભાવ અને વાણીવર્તનમા નમ્રતા કેળવવી જરૂરી છે કારણ કે હજુ મંગળ કેતુનો બંધનયોગ નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદ ન સર્જાય તે જોશો સંતાનોની પ્રગતી જોઈ શકશો ભાઈ ભાડુનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા વધી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનુ પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા આર્થિક અને માનસિક રીતે શુભ ફળ અર્પે છે. માત્ર વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષા નિશ્ફળતા અને નિરાશા આપી શકે છે. તેથી સંતોષી નર સદા સુખી તે યાદ રાખવુ જરૂરી છે. મિલ્કત અને વારસાઈકાર્યોથી લાભ રહેશે સંતાનોનો સહકાર મિળશે આપનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે જાહેર જીવનથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

Previous articleલૂંટના ઈરાદે વૃધ્ધ દંપતીની હત્યાના ગુનામાં ચાર ઝડપાયા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે