કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. આરએલએસપીના નેતા ઉપેન્દ્ર કુશવાહા મોદી સરકારમાં મંત્રી છે. જો કે બિહારમાં ભાજપ અને આરએલએસપીમાં ગઠબંધન છે. પરંતુ ૨૮ નવેમ્બરે મધ્ય પ્રદેશમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટમીને ધ્યાનમાં રાખીને ઇન્જીઁએ પોતાના ૫૬ ઉમેદવારોની પહેલી સૂચિ જાહેર કરી છે. આ સાથે જ હવે સ્પષ્ટ છે કે ભલે કેન્દ્રમાં આ બંને પક્ષો સાથે હોય પરંતુ મધ્ય પ્રદેશમાં ઇન્જીઁ સત્તારૂઢ ભાજપને પડકાર ફેંકશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરીને યુપી અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં કુર્મી, કુશવાહા પ્રભાવવાળી બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ભાજપ તરફથી કોઈ આશ્વાસન ન મળતા તેમણે મધ્ય પ્રદેશમાં અલગ રસ્તે જવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ મુજબ ઉપેન્દ્ર કુશવાહાના આ પગલાને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમા લઈને ભાજપ પર દબાણના રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે ગત વખતે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી ઇન્જીઁએ બિહારમાં ૩ લોકસભા બેઠકો પર જીત મેળવી હતી.