આજથી રાહુલ ગાંધી ૩ દિવસ ગુજરાતના પ્રવાસે : ઠેર-ઠેર જાહેરસભાઓ સંબોધશે

900
guj11112017-9.jpg

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારથી ફરી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત યાત્રાના ચોથા તબક્કામાં આ વખતે તેઓ ત્રણ દિવસ ઉત્તર ગુજરાતને ઘમરોળવાના છે.
રાહુલ ગાંધી ૧૧મી તારીખે અમદાવાદ એરપોર્ટથી ચિલોડા જશે. ત્યાંથી તેઓ દહેગામ, પ્રાંતિજ, હિંમતનગર અને બાદમાં શામળાજી જશે. તેઓ શનિવારે સાંજે સાડા સાતથી ૮ વાગ્યાના અરસામાં અંબાજી મંદિર પહોંચશે તેમ મનાય છે અને તેઓ અંબાજીમાં રાત્રીરોકાણ કરશે.
રાહુલ ગાંધી ૧૨મી તારીખે અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, થરા, રાધનપુરની મુલાકાત લેશે. રાહુલ ગાંધી વિવિધ સમુદાયના લોકોને મળશે. બાદમાં તેઓ થરા ખાતે આવેલા ભરવાડ સમાજના વાળીનાથ મંદિરમાં શિશ ઝુકાવશે.
ચોથા તબક્કાની ગુજરાત યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધી પાટણ, હારીજ, શંખેશ્વર જશે. તેઓ શંખેશ્વર અને બહુચરાજી મંદિરમાં દર્શનાર્થે પણ જવાના છે. તેઓ બહુચરાજીમાં જાહેરસભા પણ સંબોધિત કરવાના છે. તેઓ મહેસાણામાં જીઆઈડીસી હોલમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. બાદમાં તેઓ મહિલા સંમેલનને પણ સંબોધિત કરવાના છે ત્યાંથી રાહુલ ગાંધી વિસનગરથી વીજાપુર જશે.

Previous articleભાજપના સંભવિત ઉમેદવારો, રૂપાણી રાજકોટ વેસ્ટથી લડશ
Next articleવડાપ્રધાન મોદી ૨૦ નવેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરુ કરશે