રાજુલા તાલુકાના વિક્ટર ગામે આવેલ પ્રા. શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ તથા ૯-૧૦ના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ શિક્ષક બનીને શિક્ષકની ભુમિકા ભજવીને શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ભારત ભરમાં એક વર્ષ દરમિયાન આવનાર ૩૬પ દિવસમાંથી અનેક દિવસોનું ખાસ મહત્વ ચોક્કસ દિવસ સાથે જોડાયેલું છે ત્યારે પ સપ્ટેમ્બરનું પણ શિક્ષણ જગતમાં અતિ મહત્વ સાથે સંકળાયેલ છે. આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલી રાધાકૃષ્ણનો જન્મદિવસ આવે છે અને ત્યાથી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસની શિક્ષક દિન તરીકે ઉજવાતું સુચન કર્યું હતું. આજના આ દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શૈક્ષણિક કાર્યભાર સંભાળવામાં આવે છે. શિક્ષકની ભુમિકા ભજવાઈ છે. આ દિવસે બાળકો દ્વારા રાધાકૃષ્ણના જીવન ચારિત્રની વાતો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આચાર્ય મુકેશભાઈ, હસમુખભાઈ, પ્રદિપભાઈ, અનિલાબેન, ધારાબેન, એક્તાબેન સહિતના સ્ટાફ દ્વારા એકદિવસીય બનેલા વિદ્યાર્થી-શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.