CBIના DSPની ધરપકડ

789

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ભ્રષ્ટાચારનાં કેસમાં તેના જ એક સિનીયર અધિકારીની ધરપકડ કરી છે.

સીબીઆઇએ તેના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી છે. અગત્યની વાત એ છે કે, આ કેસમાં સીબીઆઇનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પણ એક આરોપી છે.

દેવેન્દ્ર કુમાર માંસની નિકાસ કરતા મોઇન કુરેસી કેસની તપાસ કરતા હતા. તેમના પર એવો આરોપ છે કે, તેમણે સતિશ સાના નામની વ્યક્તિનું નિવેદન ખોટી રીતે લીધુ છે અને તેમા ઘાલમેલ કરી છે. સતિશ સાના પર આ કેસમાં રાહત મેળવવા માટે લાંચ આપ્યાનો આરોપ છે.

રાકેશ અસ્થાનાની રાહબરી હેઠળ આ કેસની તપાસ ચાલી રહી હતી. આ કેસમાં સતિશ સાનાનું સપ્ટેમ્બર 26 (2018)નાં રોજ નિવેદન લેવામાં આવ્યું હતું. જો કે, સીબીઆઇની તપાસમાં એવુ ખુલ્યુ કે, આ દિવસે સતિશ હૈદરાબાદમાં હતો.

સતિશ સાનાએ તેના કથિત નિવેદનમાં એવું કહ્યું હતું કે, ગયા વર્ષે તેણે તેલુગુ દેશમ પાર્ટીનાં નેતા સી.એમ. રમેશ સાથે વાત કરી હતી. આ નેતાએ સીબીઆઇનાં ડાયરેક્ટર સાથે વાત કરી હતી અને એવો ભરોસો આપ્તો હતો કે, સીબીઆઇ વાળા તેને તપાસ માટે બોલાવશે નહીં.સતિશે એવું નિવેદન આપ્યું કે, જુન મહિના પછી સીબીઆઇએ તેને તપાસ માટે બોલાવ્યો નહીં એટલે તેને એવું લાગ્યું કે, તપાસ પુરી થઇ ગઇ છે.

સીબીઆઇએ એવો આરોપ કર્યો છે કે, દેવેન્દ્ર કુમારે સતિશ સાનાનું નિવેદન ઉપજાવી કાઢ્યુ હતુ અને સીબીઆઈનાં ડાયરેક્ટ આલોક વર્મા સામે પાયા વિહોણા આરોપ કરવા માટે આ કાવત્રુ ઘડ્યું હતું. સીબીઆઇએ એવું પણ કહ્યું કે, આ કેસમાં રાકેશ અસ્થાના સહિત એ તપાસ ટીમનાં સભ્યોની પણ તપાસ થશે.

Previous articleખેડૂતોને મળશે 2 રૂપિયે કિલો ઘાસચારો
Next articleટ્રેડવૉર ઈફેક્ટ : ચીનની સૌથી અમીર મહિલા ઝૂ ક્વિનફેની સંપત્તિ ૬૬ ટકા ઘટી