એક સમયમાં ચીનની સૌથી અમીર મહિલા રહેલી ઝૂ ક્વિનફેની સંપતિ ટ્રેડ વોરના કારણે આ વર્ષે ૬૬ ટકા ઘટી ગઈ છે. માર્ચમાં તેની નેટવર્થ ૧૦ અબજ ડોલર હતી. જે હવે ઘટીને ૩.૪ અબજ ડોલર થઈ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેકસના આંકડાઓના જણાવ્યા પ્રમાણે, ચીનના અમીરોમાં તેમને સૌથી વધુ નુકશાન થયું છે. લેન્સ ટેક્નોલોજીની ચેરમેન ક્વિનફેને કંપનીના શેરમાં ઘટાડાના કારણે નુકશાન થયું છે. લેન્સના શેર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૨ ટકા ઘટયા છે.
ટચ સ્ક્રીન બનાવનારી લેન્સ કંપની આઈ ફોન બનાવનારી કંપની એપલને ગ્લાસ સ્ક્રીન સપ્લાઈ કરે છે. કેપિટલ ફયુચરના એનાલિસ્ટ યીસોન જુંગના જણાવ્યા પ્રમાણે વધેલા ટેરિફના કારણે કંપનીઓ પર બોજો વધશે. ચીનમાં અમેરિકાના ઉત્પાદોનો વિરોધ પણ થઈ શકે છે. તેનાથી ચીનની સપ્લાયર કંપનીને નુકશાન થશે.
વિશ્વના ૫૦૦ના સૌથી અમીર લોકોના લિસ્ટમાં સામેલ ચીનના અમીરોની સંપતિ આ વર્ષે ૮૬ અબજ ડોલર ઘટી છે. તેમાં અલીબાબાના સીઈઓ અને ચેરમેન જેકમા પણ સામેલ છે.
બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે, ઓક્સફોર્ડ ઈકોનોમિકસના રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે ટ્રેડ વોરના કારણે ચીનની કંપનીઓના શેરને અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ નુકશાન થયું છે.
માર્ચમાં તેની નેટવર્થ ૧૦ અબજ ડોલર હતી. જે હવે ઘટીને ૩.૪ અબજ ડોલર થઈ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેકસના આંકડાઓના જણાવ્યા પ્રમાણે, ચીનના અમીરોમાં તેમને સૌથી વધુ નુકશાન થયું છે.