શ્રીલંકા ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક રંગના હેરાથે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. હેરાથ આ વર્ષએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ નિવૃતી લેશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ નવેમ્બરમાં રમાનારી ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ ૬ નવેમ્બરથી ગોલમાં રમાશે. હેરાથ ૧૯૯૯માં ટેસ્ટ કેરિયરની શરૂઆત કરનાર એકમાત્ર સક્રિય ક્રિકેટર છે.
હેરાથે ગોલ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને આ મેદાન પર તે વિદાય લેશે. આ સાથે હેરાથને આ મેદાન પર ૧૦૦ વિકેટ લેનાર મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરવા માટે એક વિકેટની જરૂર છે, જેને તે પોતાના અંતિમ ટેસ્ટમાં પૂરી કરી લેશે. આ મેદાન પર વર્ષ ૨૦૦૯માં હેરાથે પાકિસ્તાન વિરુદ્ધ ૧૦ વિકેટ ઝડપી હતી. આ મેચ માટે હેરાથને અચાનક બોલાવવામાં આવ્યો હતો. તે સમયે હેરાથ ઈંગ્લેન્ડમાં લીગ ક્રિકેટ રમી રહ્યો હતો.
હેરાથ પોતાના ટેસ્ટ કેરિયરમાં હેરાથે કુલ ૯૨ ટેસ્ટ મેચ રમી છે અને ૪૩૦ વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે ૭૧ વનડે મેચોમાં ૭૪ અને ૧૭ ટી૨૦ મેચોમાં ૧૮ વિકેટ ઝડપી છે.