ક્રિકેટ માટે હવે મારી પાસે બસ થોડા જ વર્ષો બાકી છે : કોહલી

910

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન ડેમાં આક્રમક બેટિંગ કરતા કરિયરની ૩૬મી વન ડે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ૧૪૦ રન બનાવ્યા હતા અને તેને ૧૦૭ બોલની ઇનિંગમાં ૨૧ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. વિરાટને આ ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામે ૮ વિકેટે જીત બાદ વિરાટ કોહલીએ મોટુ નિવેદન આપ્યુ છે. કોહલીએ માન્યુ છે કે આ રમતનો આનંદ લેવા માટે તેની પાસે કેટલાક વર્ષ જ બાકી છે. કોહલીએ કહ્યું કે, ’આ રમતનો આનંદ લેવા માટે મારી કરિયરમાં કેટલાક વર્ષ જ બાકી છે. દેશ માટે રમવુ ગર્વ અને એક મોટુ સન્માન છે. તમે કોઇ પણ રમતને નબળાઇથી લેવાનું જોખમ નથી ઉઠાવી શકતા.’વિરાટ કોહલીએ કહ્યું, ’રમત પ્રત્યે ઇમાનદાર હોવુ જોઇએ અને આ તે સમય છે જ્યારે રમત તમને પરત આપે છે. હું એવુ કરવાનો પ્રયાસ કરૂ છુ. આ મારો વિચાર છે, કારણ કે તમે ભારત માટે રમી રહ્યાં છો અને દરેકને આવુ કરવાની તક નથી મળતી.’

Previous articleશ્રીલંકન સ્પિનર હેરાથે સંન્યાસ લેવાની ઘોષણા કરી
Next articleહેટ મેયર આઈપીએલ-૨૦૧૯માં કરોડોમાં વેચાનારો ખેલાડી હશે : ભજ્જી