હેટ મેયર આઈપીએલ-૨૦૧૯માં કરોડોમાં વેચાનારો ખેલાડી હશે : ભજ્જી

822

ભારતીય ટીમે રવિવારે રાત્રે વેસ્ટ ઈન્ડિઝ સામે ૮ વિકેટે સરળ વિજય ભલે મેળવ્યો હોય પરંતુ આ મેચમાં ભારત સિવાય વેસ્ટ ઈન્ડિઝનો એક ખેલાડી પણ છવાયેલો રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન એક છેડેથી નિયમિત વિકેટો પડતી હતી ત્યારે ૫માં ક્રમે બેટિંગમાં ઉતરેલા હેટમેયરે આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને માત્ર ૭૪ બોલમાં જ સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્‌સમેન હેટમેયરે માત્ર ૧૩ વન ડે ઈનિંગમાં જ ૩ સદી ફટકારી છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૫ની આસપાસ રહ્યો છે. હેટમેયરના આ અંદાજને લઈ હાલ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહે તેની પ્રશંસા કરતા લખ્યું કે, હેટમેયરની ઈનિંગ શાનદાર રહી. આઈપીએલ ૨૦૧૯માં હવે કરોડોમાં વેચાનારો નવો ખેલાડી હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપડાએ પણ હેટમેયરની પ્રશંસા કરતાં કહ્યું કે, આ ઈનિંગથી તેની આઈપીએલમાં ચમકવાની શક્યતા વધી ગઈ છે.

Previous articleક્રિકેટ માટે હવે મારી પાસે બસ થોડા જ વર્ષો બાકી છે : કોહલી
Next articleએશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : હોકીમાં ભારતે જાપાનને હરાવીને જીતની હેટ્રીક