અમૃતસર રેલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની જવાબદારી હવે નવજોત સિંહ સિદ્ધુ લેશે. સિદ્ધુએ જાહેરાત કરી છે કે તે બધા પરિવારની જવાબદારી ઉઠાવશે. તેમણે કહ્યું હતું કે જો કોઈ પરિવારમાં કોઈ કમાવનાર કે સંભાળનાર નથી તો હું અને મારી પત્ની તેમને આજીવન મદદ કરીશું. અમૃતસર રેલ દુર્ઘટનાને લઈને વિરોધીઓના નિશાને આવેલ નવજોત સિંહ સિદ્ધુ અને તેની પત્ની નવજોત કૌરે આ મોટો નિર્ણય કરતા કહ્યું હતું કે તે દુર્ઘટનાના પીડિત પરિવારની જવાબદારી લેવા તૈયાર છે.
તે પીડિત પરિવારની આજીવન મદદ કરશે. તે પરિવારના કોઈ સભ્યને નોકરી અપાવવાનો પણ પ્રયત્ન કરશે.
આ પહેલા અમૃતસર રેલ દુર્ઘટનાને લઈને મુજફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં નવજોત સિદ્ધુ અને તેની પત્ની નવજોત કૌર સામે મામલો નોંધવામાં આવ્યો છે. મુજફ્ફરપુરમાં સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમીએ કેસ નોધાવતા ઘટના માચે નવજોત કૌરને જવાબદાર ગણાવી છે. આ મામલે ત્રણ નવેમ્બરે સુનાવણી થશે.