રાજુલા લાઈન નેચરલ ફાઉન્ડેશન પ્રમુખ વન વિભાગની ગેરરીતિ ગેરકાયદે સિંહના કિંમતી નોરની હેરાફેરી, ગેરકાયદે વન ટ્રેકરની ભરતી અને ગેરકાયદે ચાલતુ સિંહ દર્શન સામે કલેકટર કચેરીએ રાજુલા ખાતે ઉપવાસ આંદોલન જરૂર પડયે આત્મ વિલોપનની ચિમકી અપાઈ.
લાઈન નેચરલ ફાઉન્ડેશન અને આર.ટી.આઈ. એકટીવીસ્ટ પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ વન વિભાગ સામે સાચી લડતનો મોરચો માંડયો જેમાં વન વિભાગ દ્વારા થતી કંપનીઓ સાથે મીલીભગતથી સિંહોના મોત રફેદફે તેના કિંમતી નોર (નખ)ની હેરાફેરી તેમજ ગેરકાયદે નોરના વેચાણ તેમજ વન વિભાગના સ્ટાફની હાંકલપટ્ટી તેમજ ગેરકાયદે થતા સિંહ દર્શનની ડીએફઓ અમરેલી મેડમ શકીરાને રજુઆત કરી છે. અને આ બાબતે લાઈન નેચરલ પ્રમુખ અને હમણા જ જેની નિમણુંક મીતીયાળા અભિયારણમાં સલાહકાર સમિતિમાં શામેલ કરાયેલ ભીખુભાઈ બાંટાવાળાએ આગામી દિવસોમાં રાજુલા ખાતે નાયબ કલેકટર કચેરી કંપાઉન્ડ સામે અનશન ઉપર અને કથીત માંગણીઓ નહીં સ્વીકારય તો જરૂર જણાયે આત્મવિલોપન કરાશે તેમ લાઈન નેચરલ તરફથી જણાવાયું છે.