ગ્રીન ઈન્ડિયા ગ્રુપ ઓફ સિહોર તથા પ.બ. ગણપુલે મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન હંસદેવ મહિલા બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું. સિહોરને સ્વચ્છ તથા હરિયાળુ બનાવવા ગ્રીન ઈન્ડિયા ગ્રુપ સિહોર દ્વારા શહેરની તમામ સામાજીક-સેવાભાવી સંસ્થાઓ અને દરેક સમાજને સાથે રાખી વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ બચાવો માટેના લોકજાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને પ.બ. ગણપુલે મહિલા મંડળ સંસ્થાના ષષ્ટિ-પૂર્તિ પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક-સામાજિક કાર્યક્રમોની સાથે સાથે ગ્રીન ઈન્ડિયા ગ્રુપ-સિહોર સાથે સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને સ્વચ્છતા માટેના લોકજાગૃતિ કાર્યક્રમ હંસદેવ મહિલા બાગમાં રાખવામાં આવ્યો હતો. જેમાં પ.બ.ગ.મ. મંડળ વતી પ્રમુખ પન્નાબેન મહેતાએ ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, ગ્રીન ઈન્ડિયા ગ્રુપ-સિહોરને આવા સામાજીક કાર્યો માટે જે કોઈ મદદની જરૂર પડે તો ચોક્કસ પણે આપશે તેવી શુભકામનાઓ આપી હતી અને આ કાર્યક્રમમાં મનિષાબેન ડી. ચાવડાએ વૃક્ષારોપણ પર્યાવરણ-સંરક્ષણ અને સ્વચ્છતા વિશે ઉપસ્થિત તમામ બહેનોને માહિતગાર કર્યા હતા અને ત્યારબાદ આવા સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને ગ્રીન ઈન્ડિયા ગ્રુપ દ્વારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઈલાબેન જાની, કિશન સોલંકી, કિરણ મકવાણા, નૌશાદ કુરેશી, યુવરાજ રાવ અને કેતનભાઈ ગોસ્વામી સહિત તમામ સભાસદોએ જહેમત ઉઠાવી હતી.