જા.કે.ઉ.મંડળસંચાલિત શેઠ ત્રિ.મા. લાઈબ્રેરી જાફરાબાદમાં તા. ર૧-૦૧-ર૦૧૮ને રવિવારના રોજ તલાટી મંત્રી નમુનારૂપ જી.કે.ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાતી ભાષા-વ્યાકરણ, અંગ્રેજી ભાષા, ગણિત અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો સાથે કુલ -૧૦૦ ગુણનું પરિરૂપ મુજબ જી.કે. ટેસ્ટ લેવામાં આવેલ. ધોરણ-૧ર પાસ અને ઉચ્ચ અભ્યાસ કરતાં તેમજ જાહેર પરીક્ષાઓની તૈયારી કરતાં પરીક્ષાર્થીઓએ ઉત્સાહપુર્વક જી.કે. ટેસ્ટ આપેલ. જી.કે. ટેસ્ટનું આયોજન અને સંચાલન લાઈબ્રેરીના માનદમંત્રી નારણભાઈ ઢગલ અને ગ્રંથપાલ અલારખાભાઈ દ્વારા કરવામાં આવેલ. નાજાભાઈ છેલાણા જી.કે. ટેસ્ટમાં સહભાગી થયેલ નિયામક રામાનંદી અને કેમ્પસ કો-ઓર્ડીનેટર અશોકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને પ્રેરિત કરેલ. તેમજ જાહેર પરીક્ષાઓમાં સફળ થવાની શુભકામના પાઠવેલ.