વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાન ગુજરાત રાજય પ્રદેશ મંત્રી પંકજભાઈ બારોટે ભારતીય સંસ્કૃતિ લુપ્ત થતીને અટકાવવા તેનું રક્ષણ માટે વહીવંચા બારોટ પાસે પ્રુફ સાથે ઈતિહાસો પડંયા છે અને ઉજાગર કરવા સંસ્કૃતિના પાયાના પથ્થર વહીવંચા બારોટ જ કરી શકે નહીંતર જેમ વ્યવસાય ક્ષેત્રે અન્ય સમાજો જેવા કે, દરજી, સુથાર, લુહાર, મોચી, બ્રાહ્મણ(ભુદેવો) તેમનું કર્મકાંડ છોડી અન્ય વ્યવસાય તરફ વળી ગયો છે પણ જયારે સંસ્કૃતિના રખેવાળ વહીવંચા બારોટના પુર્વજોએ સૃષ્ટીના સર્જનથી આજ સુધીનો પ્રુફ સાથેનો ઈતિહાસ જાળવી રખનાર વહીવંચા બારોટ જયારે તેની જુની સંસ્કૃતિની રખેવાળી છોડી અન્ય વ્યવસાય તરફ મીટ માંડી રહ્યા છે ત્યારે લૂપ્ત થતી પરંપરાથી ચિંતીત બનેલા વહીવંચા બારોટનો ઈતિહાસ જાળવવો હોય તો વંશાવળીને સંરક્ષણ આપો તેવી ગુજરાત પ્રદેશ મંત્રી વંશાવલી સંસ્થાનના મંત્રી પંકજભાઈ બારોટને પ્રદેશ વંશાવલી સંસ્થાનના પ્રમુખ શંભુજી રાવનો સહયોગ સાથે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમીતભાઈ શાહ તેમજ ગુજરાત પ્રદુશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને વંશલેખકનું નિગમ બનાવવા ગંભીરતાપુર્વક રજુઆતમાં આપના ચૂંટણી ઢંઢેરામા જાહેર કરો જેમ કે રાજસ્થાન સરકાર વસુેંધરારાજે સીંધીયાએ તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપેલ તેણે હમણા જ વંશાવલી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજને રાજય સરકારમાં નિગમ બનાવ્યા. તેમ ગુજરાત રાજયના વસતા ૧ લાખ પ૦ હજાર વહીવંચા બારોટની વંશાવલીના સંરક્ષણ કાજ નિગમ બનાવવા પ્રદેશ મંત્રીએ ગંભીરતાપુર્વક રજુઆત કરી છે.