પ્રવિણસિહજી ગભીરસિહજી ની અતીમ યાત્રા નિકલી હતી તેમા ભાવનગર મહારાજા જયવિરરાજસિંહ, શીવાબાપા, વરલ ઠાકોર, લાઠી ઠાકોર, લાખણકા ભયલા, દરેડ દરબાર, રંગપુર દરબાર, પ્રતાપગઠ યુવરાજ, તથા વલભીપુર તાલુકાના ક્ષત્રિય સમાજની વિશાળ હાજરી સાથે તમામ જ્ઞાતિના લોકો દાદાબાપુ ની અંતિમયાત્રા માં જોડાયા હતા સાથે સાથે વલભીપુર શહેર ના તમામ વેપારી ઓ એ પોતાના વેપાર ઘંઘા બંઘ રાખેલ હતા.
પૂર્વ વલ્લભીપુર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ગોહિલ ઉર્ફે દાદા બાપુનું ૯૭ વર્ષની જૈફ વયે નિધન થયું. તેઓ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા અને વલ્લભીપુરના રાજમહેલમાં આજે છેલ્લા શ્વાસ લીધા હતા. દાદા બાપુના નિધનના સમાચારથી વલ્લભીપુર અને ભાવનગર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે
રાજવી હોય અને રાજકારણમાં આવ્યા બાદ પણ લોકોની સેવા થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વલ્લભીપુર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ઉર્ફે દાદા બાપુ હવે આપણી વચ્ચે રહ્યા નથી. દાદા બાપુના નિધનના સમાચાર મળતા ગુજરાત સહિત દેશભરના રાજવી પરિવારો તેમજ ટોચના નેતાઓ ભાવનગર પહોંચી રહ્યા છે. રજવાડાઓના વિલિનીકરણ વખતે વલ્લભીપુરના રાજવી પ્રવિણસિંહજીના પિતા ગંભીરસિંહ ગોહિલે સરદાર પટેલની આજ્ઞા માથે ચઢાવી એમના રાજ્યનું વિલિનીકરણ કર્યું હતું. ગંભીરસિંહના પુત્ર પ્રવિણસિંહ ગોહિલ લોક સેવા માટે રાજકારણમાં જોડાયા હતા અને સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
સામાન્ય પ્રજા માટે તેમનું દરબાર ગઢ હંમેશાં માટે ખુલ્લો હતો. આ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા. દાદા બાપુને નામે ઓળખાતા પ્રવિણસિંહની કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત હતા. જવારલાલ નહેરુ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે દાદા બાપુને પોતાની સાથે રાખતા હતા.