દામનગર ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ દામનગર શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી.
ઓછા વરસાદથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ અંગે સ્થાનિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી ખેડૂતોની અવદશા શ્રમિકોની કફોડી હાલત ગ્રામ્ય કક્ષાએ નહિવત રોજગારી અંગે ચિંતા વ્યક્તિ કરી ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સરકાર તરફથી આગોતરા આયોજનોનો અભાવ મો ફાટ મોંઘવારી અબોલ જીવોને ઘાસચારો નહિ મળવાથી પશુપાલકોની હિજરત બળતણના ભારાના દ્રશ્યો જોવા મળતા ખૂબ ચિંતિત હોવાનો નેતાઓ એકરાર સ્થાનિક અગ્રણીઓ પાસેથી દરેક વિગતો મેળવી દામનગર સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા, બટુકભાઈ શિયાણી અનેકો સાથે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત પશુપાલકો ગ્રામ્ય કારીગરો શ્રમજીવી પરિવારની રૂબરૂ મુલાકાતો કરી હતી અને દરેક બાબતોની વિગતો જાણી ખેડૂતો માટે પાકવીમો ક્રોપકટીંગ સર્વે રોજગારી પશુપાલન પાણી ઘાસચારો જેવી સુવિધાઓની રજે રજ માહિતી મેળવી હતી.