શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ બે મેલડી માતાના મંદિરમાં ચોરીના બનાવ બનવા પામ્યા છે. જેમાં એક મંદિરમાંથી તસ્કરોને કશુ હાથ લાગ્યુ ન હતું. લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં. અને દાનપેટીની ચોરી કરી નાસી છુટયા બાદ વિકટર ખાતે આવેલ મેલડીમાતામાં મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સ્થાનિક લોકોએ બનાવની પોલીસમાં જાણ કરાઈ હતી અને મંદિરમાંથી ચોરી થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.