શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતાં શખ્સને એસઓજી ટીમે દિપક ચોક પાસેથી બે ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે ભાવનગર દિપક ચોક પાસેથી આરોપી અનવર ઉર્ફે અનુ દિલાવરભાઇ રાઠોડ/સિપાઇ ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહેવાસી સાંઢીયાવાડ, ઇન્ડીયા હાઉસની બાજુમાં, નેશનલ ટ્રેડર્સની બાજુમાં નિઝામભાઇના મકાનમાં ભાડેથી ભાવનગર વાળાને એક શંકાસ્પદ મોટર સાયકલ એફઝેડ મો.સા. નંબર જીજે -૧૪ એએચ -૦૮૮૦ કિ.રૂ઼ ૩૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ અને આરોપીએ મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોવાની હકિકત જણાવેલ તેમજ આ મોટર સાયકલ ઉપરાંત પોતે બીજુ પણ એક મોટર સાયકલ ચોરી કરેલ છે અને તે મોટર સાયકલ પોતાના ઘરે સાંઢીયાવાડ, ખાતે મુકયાનું જણાવતા ત્યા જઇ તપાસ કરતા નંબર જીજે -૦૪ સીએન -૯૬૯૩ કિ.રૂ઼ ૩૦,૦૦૦/- નુ મળી આવતા કબ્જે કરેલ છે. આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.