રાજુલા ૯૮ વિધાસભા ચૂંટણીના પડધમ આડે ગણત્રીના દિવસો બાકી હોય જેમાં કોંગ્રેસમાં ટીકીટ બાબતે ધમાસાણ-૧૪ દાવેદારોમાંથી પ્રતાપભાઈ વરૂ, બાબુભાઈ રામ, પીઠાભાઈ નકુમ, અંબરીષભાઈ ડેર કે પછી બાઉભાઈ રામ..? તેવો સવાલ ઉઠી રહ્યા છે. રાજુલા ૯૮ વિધાનસભા ચૂંટણી આડે માત્ર ગણત્રીના દિવસો જ બાકી હોય ભાજપમાંથી તો ધારાસભ્ય હિરાભાઈ સોલંકી નીચ્ચીત છે પણ કોંગ્રેસમાં ટીકીટ બાબતે ધમાસણ મચ્યુ છે. જેમાં ૧૪ દાવેદારો હતા અત્યારે પ્રતાપભાઈ સુરીંગભાઈ વરૂ કે જેના પિતા આરઝીહકુમત નારતુભાઈ અદાણી સાથે સ્થાપક તે વખતના પ્રથમ ધારાસભ્ય વાધણીયા સેટમા જજનો હોદ્દાથી સમગ્ર બાબરીયવાડમાં પિતાના પગલે ૧૯૮૦થી ૮પમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય પ્રતાપભાઈ સુરીંગભાઈ વરૂ તેમજ પીઠાભાઈ ખોડાભાઈ નકુમ જેના પિતા ધારાસભ્ય અને ર૦ વર્ષથી કોંગ્રેસને જીવતી રાખનાર પીઠાભાઈ નકુમ, બાબુભાઈ રામ જે ગત ચૂંટણીમાં ભાજપના જુવાળમાં પ૭ હજાર મત કોંગ્રેસ પક્ષમાં લઈ આવેલ અંબરીષભાઈ ડેર માજીનગર પાલિકા પ્રમુખ અને કોંગ્રેસ પક્ષના હાઈકમાન્ડનો સીધો સંપર્ક તેમજ એક નવુ નામ ભેરાઈના ગૌભકત બાઉભાઈ રામના માટે અર્જુનભાઈ મોઢવાડીયાથી લઈ દિલ્હી સુધી સમર્થકો દ્વારા રજુઆત તે બાઉભાઈના નિવેદન લેતા ટીકીટ કોંગ્રેસ પક્ષમાંથી આવે તો દરેક સમાજના આગેવાનો હિન્દુ, મુસ્લિમ બિરાદરો મારી સાથે રહી જીત કોંગ્રેસની જ થાય આવા ધુરંધર કોંગ્રેસ પક્ષના આગેવાનોના ધમપછાડા શરૂ થયા છે પણ વધુમાં પક્ષના આગેવાનો દ્વારા જાણવા મળ્યા મુજબ જેને ગાંધીનગર જવુ હોય તેને વાયા નાગેશ્રી ફરજીયાત છે તેવો કટાક્ષ નથી પણ પ્રતાપભાઈ વરૂ માજી ધારાસભ્યની કોંગ્રેસ પક્ષ તરફી વફાદારી હાઈ કમાન્૯ કેમ ભુલે અને સારા ઉમેદવારો મુકાય તેવી ગડમથલમાં કોંગ્રેસ પક્ષ મુંજવણમાં તો છે જ.