પાલિતાણાના રંડોળા ગામે વાડી વિસ્તારમાં ઘરમાં સુતેલા વૃધ્ધ દંપતિની લૂંટના ઈરાદે હત્યા કરનાર ચારેય આરોપીને પોલીસે કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ અને ઘરેણા કબ્જે લીધા હતાં.
ગઇ તા.૧૬/૧૦નાં રોજ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં ફરીયાદી દેવશીભાઇ પરશોત્તમભાઇ મકવાણા રહે.રંડોળાવાળાએ એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે, તેનાં મોટા બાપુ કરશનભાઇ તથા મોટા બા વજુબેન તેઓની રંડોળા ગામની સીમમાં આવેલ વાડીએ તેઓનાં રહેણાંક મકાને રાત્રે સુતા હતાં.ત્યારે અજાણ્યા માણસોએ તેઓનાં મોટાબાપુ તથા મોટા બાને ખાટલામાં દોરડા થી બાંધી તેઓની હત્યા કરેલ. તેઓનાં રહેણાંક મકાને વેરવિખેર કરેલ હોવા અંગે ફરિયાદ દાખલ કરાવેલ.આ ગુન્હાની તપાસ આર.ડી.પરમાર સી.પી.આઇ., પાલીતાણાનાેંએ સંભાળી લીધેલ.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ જાતેથી ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરી આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને અને પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એમ.એસ.જાડેજા તથા સ્ટાફને સખત સુચના આપેલ.
આ ગુન્હામાં વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફે ભોયકો રહે.પાલીતાણા તથા તેની સાથે હરેશ ભુપતભાઇ વાઘેલા ઉ.વ.૧૯ રહે.ભીલવાસ, પાલીતાણા મો.સા. રજી.નં. જીજે -૦૪ ડીડી ૩૯૦૭ સાથે મળી આવેલ. જેમાં વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફે ભોયકાની અંગજડતીમાંથી સોનાનું કૃષ્ણ ભગવાનની છાપવાળું ચગદું તથા હરેશ પાસેથી રૂ.૫૬૦/-મળી આવતાં તે બાબતે તેની પુછપરછ કરતાં તેણે, હરેશ વાઘેલા, મોહન ભાકુ તથા મુકેશ ભાકુ રહે.બંને ભીલવાસ, પાલીતાણા વાળાએ મળી આશરે પાંચેક દિવસ પહેલાં રંડોળા ગામની સીમમાં જઇ મોડી રાતનાં કરશનભાઇની વાડીમાં જઇ કરશનભાઇ તથા એક ડોશીને મારી નાંખી ત્યાંથી લુંટ કરેલ હોવાની કબુલાત કરેલ.તેઓની સાથેનાં મોહન ભાકુભાઇ તથા મુકેશ ભાકુભાઇ બંને મોખડકા રોડ ઉપર વેણમાં અમારી રાહ જોવે છે.જેથી તેઓ બંને અને સ્ટાફનાં માણસોને સાથે રાખી પોલીસે ઉપરોકત જગ્યાએ આવતાં મોહનભાઇ ભાકુભાઇ વાઘેલા ઉ.વ.૩૨ તથા મુકેશભાઇ ભાકુભાઇ વાઘેલા મળી આવેલ.જેમાં મુકેશ પાસેથી રોકડ રૂ.૧,૦૦૦/- તથા મોહન પાસેથી રોકડ રૂ.૧,૧૩૦/- મળી આવેલ.જે બંનેએ પણ ઉપરોકત ગુન્હાની કબુલાત કરેલ. જેથી ઉપરોકત મો.સા. તથા તમામ રોકડ રૂપિયા કબ્જે કરી તમામ ઇસમો ને ધોરણસર અટક કરવામાં આવેલ. આ ગુન્હાનાં કામે આરોપીઓની તપાસ દરમ્યાન પોલીસ કસ્ટડીનાં રીમાન્ડની માંગણી કરતાં પાંચ દિવસનાં મંજુર કરવામાં આવેલ.