શહેરનાજવાહર મેદાન ખાતે યોજાયેલ ખેડુત સંમેલનમાં જિલ્લાભરમાંથી મોટી સ/ખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતાં. જેમાં ધરતી પુત્રોના પ્રાણ પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવા માંગ પ્રબળ બની હતી.
ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકના પ્રમુખ નાનુભાઈ વાઘાણીના વડપણ હેઠળ શહેરના જવાહર મેદાન ખાતે ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના અનેક ગામડાઓમાંથી કિસાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતાં. જેમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગ સહિતના ૧૩ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી રૂપાણીને સંબોધતું આવેદનપત્ર જવાહર મેદાનથી જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્રમાં ખેડૂતો દ્વારા એવા પ્રકારે માંગ કરવામાં આવી રહી છે કે ભાવનગર, બોટાદ અને અમરેલી જીલ્લાના કેટલાક તાલુકાઓને તાત્કાલ દુષ્કાળ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે ખેડૂતોને સમયસર પાક વિમો નથી મળતો તથા યોગ્ય રીતે ક્રોપ કટીંગ પણ થતુ નથી. વિમા કંપનીઓ દર વર્ષે માત્ર ર ટકા પ્રિમિયર જાહેર કરે. ખેડૂતોને પાક રક્ષણ અર્થે સબસીડી આપો. ડ્રીપ ઈરીગેશન યોજનામાં ૭૦ ટકા સબસીડી આપો દિવસે ૧ર કલાક પુરતા દબાણથી વિજળી આપો. ખેડુતોનું દેવુ નાબુદ કરો ધિરાણ માટે વ્યાજ વળતર આપો કેટલીક ખેત પેદાશોના પોષણ ક્ષમ ભાવો નથી મળતા તે માટે સરકાર સુનિયોજીત આયોજન કરે સૌની યોજના સત્વરે પુર્ણ કરો સહિત અન્ય પડતર પ્રશ્નો અંગે તત્કાલ પગલા લેવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. આ સંમેલનમાં મહાવીરસિંહ ગોહિલ, મેહુલભાઈ લવતુકા, પ્રવિણભાઈ મારૂ, કનુભાઈ કળસરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.