ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શકુનીને બોરતળાવ પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજ શહેરના કુંભારવાડા પીપર પાસે ગત મોડીરાત્રે બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે બાતમી રાહે રેડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા અકબર સલીમભાઈ, જયેશ ચંદુભાઈ, ઈદરીશ સુલતાનભાઈ, મજીદ રહેમાનભાઈ, કેતન નાનજીભાઈ, યોગેશ ઘનશ્યામભાઈ, મજહર હુસૈનભાઈ, વિપુલ જગદીશભાઈ, રજાક અહેમદભાઈ અને મુકેશ વનાભાઈને રોકડ રૂા. ૭પ,પ૯૦ તથા આઠ મોબાઈલ કિ.રૂા. ર૪ હજાર તેમજ એક બાઈક કળી કુલ રૂા. ૧,ર૯,પ૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.