રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા. ૨૭ ના રોજ ભાવનગર જિલ્લાનાં ઘોઘા ખાતે આવી અને રો-પેક્સ ફેરીનું લોકાર્પણ કરશે
આજે તા. ૨૨ ના રોજ મોડી સાંજે આ કાર્યક્રમના પૂર્વ આયોજન અર્થે જિલ્લા કલેકટર હર્ષદ પટેલે કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યુ હતું કે તા. ૨૭ ના રોજ રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રો-પેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ ઘોઘા ખાતે આવી અને કરશે ત્યારે આ કાર્યક્રમમાં અંદાજે ૦૮ હજાર લોકો આવવાના હોવાથી મુખ્યમંત્રીનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ તૈયાર કરવો, પાણી, વાહન પાર્કિંગ, ફૂડ પેકેટ, સફાઈ કામગીરી, કાયદો વ્યવસ્થા, સાંસ્ક્રુતિક કાર્યક્રમ સહિતની બાબતે જે અધિકારીઓને સમિતિ બનાવી અગાઉ ફરજો સોંપાયેલી છે તે મુજબ બીન ચૂક કામગીરી કરવાની રહેશે આ બાબતે તેઓએ તા. ૨૩ ના રોજ સાંજ સુધીમાં કલેકટર કચેરીમાં તેઓ દ્વારા થનાર કામગીરીની વિગતો કલેકટર કચેરીને જણાવશે તેમજ સમિતિના દરેક સભ્યો સંકલનમાં રહી અને કામ કરશે.
આ બેઠકમાં નિવાસી અધિક ઉમેશ વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંડ્યા, પ્રાંત અધિકારી જી. વી. મીંયાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ઠાકર,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાઠવા, જી. એમ. બી. ના અધિકારી હિરેન સોંદરવા, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી, શહેર રમતગમત અધિકારી અરૂણ ભલાણી, કાર્યપાલક ઈજનેર એચ. કે. દોશી, નાયબ મ્યુ. કમિ. એન. ડી. ગોવાણી,વાહન વ્યવહાર નિગમના પ્રતિનિધિ ગઢવી સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા.