ભારતનું સૌથી વિશાળ ઈ-કોમર્સ મંચ ફ્લિપકાર્ટ દ્વારા આજે તેનો પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન બિલિયન કેપ્ચર+ લોન્ચ કરાયો હતો, જે ભારતીય ગ્રાહકોની અજોડ જરૂરતોને પહોંચી વળવા માટે ખાસ લોન્ચ કરાયો છે. બિલિયન કેપ્ચર+ ભારતમાં ડિઝાઈન, એન્જિનિયર્ડ, ઉત્પાદન અને પરીક્ષણ કરાયો છે. તે ફ્લિપકાર્ટના પ્રાઈવેટ લેબલ બિલિયનનો હિસ્સો છે અને ૧૫ નવેમ્બરથી ફ્લિપકાર્ટ પર ખાસ વેચાણમાં મુકાશે.
બિલિયન કેપ્ચર+ની સમૃદ્ધ રૂપરેખા ફ્લિપકાર્ટ પર લાખ્ખો ગ્રાહકોના રિવ્યુઝનું વિશ્લેષણ કર્યા પછી સાકાર કરાઈ છે, જે ગ્રાહકોની આકાંક્ષાઓ અને બજારમાં હાલ ઉપલબ્ધ છે તે ઓફર વચ્ચેનું અંતર દૂર કરે છે. બિલિયન કેપ્ચર+માં ટોચની કક્ષાના ફીચર્સ છે, જે સામાન્ય રીતે ફ્લેગશિપ સ્માર્ટફોન્સ માટે આરક્ષિત હોય છે, જેમ કે ૧૩સ્ઁ + ૧૩સ્ઁ રિયર કેમેરા, ક્લિક ચાર્જ સાથે લાંબી ટકાઉ બેટરી, ઉત્તમ મલ્ટીટાસ્ટિંગ સાથે શક્તિશાળી સ્નેપડ્રેગનન ૬૨૫ ઓક્ટા- કોર પ્રોસેસર, હાથ ધરવામાં આસાન કર્વ્સ સાથે પ્રીમિયમ મેટલ બોડી અને પાછળ ઉપયોગ માટે આસાન ફિંગરપ્રિંટ સેન્સરનો સમાવેશ થાય છે. બિલિયન બ્રાન્ડની પ્રોડક્ટો હંમેશાં ઊંડાણથી ડેટા પ્રેરિત સંશોધન અને ભારતીય ગ્રાહકોની જરૂરતોનો ઊંડાણથી અભ્યાસ કરીને સાકાર કરવામાં આવે છે. કેપ્ચર+માં ફીચર્સ પણ ફ્લિપકાર્ટના લાખ્ખો ગ્રાહકોના રિવ્યુઝના ઊંડાણથી ડેટા- માઈનિંગ પરથી પ્રેરિત છે. જૂજ અસલી ડ્યુઅલ કેમેરા ફોન્સ ફ્લેગશિપ ફીચર્સનું આવું સંયોજન આપે છે. કેટેગરી હેડ હૃષીકેશ થિટેએ ઉમેર્યું હતું કે ભારતીય સ્માર્ટફોન ખરીદદારો પર અમારા સઘન સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે બેટરી, કેમેરા, સ્ટોરેજ વગેરે સૌથી વધુ મહત્ત્વ અપાતી વસ્તુઓ છે. આથી અમે આ ધ્યાનમાં રાખીને બિલિયન કેપ્ચર+ સાકાર કર્યો છે અને આકર્ષક કિંમતે તે આપી રહ્યા છીએ. આ ખરા અર્થમાં મેડ ફોર ઈન્ડિયા ફોન છે.
આ સ્માર્ટફોનમાં સતત બેટરી આયુષ્ય બે દિવસ સુધી ચાલે તે માટે ૩,૫૦૦ દ્બછર બેટરી ધરાવે છે. તેનું ેંજીમ્ ્અી ઝ્ર ચાર્જર ક્લિક ચાર્જનથી સમૃદ્ધ છે, જે અનોખી વિશિષ્ટતા ફક્ત ૧૫ મિનિટ ચાર્જ કરીને સાત કલાક સુધી અદભુત બેટરી આયુષ્ય આપે છે. બિલિયન કેપ્ચર+ બે કોન્ફિગ્યુરેશન્સ ૩ય્મ્ ઇછસ્ + ૩૨ય્મ્ ર્ઇંસ્ માં રૂ. ૧૦,૯૯૯ અને અને ૪ય્મ્ ઇછસ્ + ૬૪ય્મ્ ર્ઇંસ્ માં રૂ. ૧૨,૯૯૯ છે. બંને પ્રકારમાં બે રંગ મિસ્ટિક બ્લેક અને ડેઝર્ટ ગોલ્ડ છે. ગ્રાહકો નો કોસ્ટ ઈએમઆઈ, અવ્વલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ પર ડિસ્કાઉન્ટ્સ જેવા ફ્લિપકાર્ટ પરના કન્ઝ્યુમર ફાઈનાન્સ વિકલ્પો સાથે આકર્ષક લોન્ચ ઓફર્સ મેળવી શકે છે.