દુનિયાભરમાં પોતાના દેશમાં આતંક ફેલાવવા મામલે બદનામ થયેલા પાકિસ્તાનની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. હંમેશાની માટે એટોમ બોમ્બના નામે ધમકી આપનાર પાકિસ્તાનની સેના અંગે હવે સવાલો ઉભા થયા છે, કારણ કે પોતાના જ દેશના પૂર્વ સાંસદે દેશના હથિયારો અંગેની એક સાચી હકીકત બહાર પાડી છે.
હકીકતમાં, પાકિસ્તાન મુસ્લિમ લીગના પૂર્વ સાંસદ સૈયદ નેહલ હાશમીએ જણાવ્યું હતું કે, “અમારા દેશ પાસે ૮ લાખ સૈનિકો છે, પરંતુ તેઓએ એક ઇંચ જમીન પણ હાંસલ કરી નથી, પરંતુ રાજકારણે તો પાકિસ્તાનની સમગ્ર તસ્વીર બદલી નાખી છે.
કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું, “પાકિસ્તાનની સેનાએ પોતાના દેશ માટે કઈ પણ કર્યું નથી, તેનાથી વધુ તો નેતાઓએ દેશ માટે કર્યું છે.
પાકિસ્તાન દ્વારા એટોમ બોમ્બ અંગે આપવામાં આવતી ધમકી અંગે તેઓએ કહ્યું, “સેના પાસે એટોમ બોમ્બ માત્ર દેખાવા પુરતો જ છે, પરંતુ તેઓ ૧ ઇંચ જમીન પણ હાંસલ કરી શકતા નથી.
પાકિસ્તાનની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. હંમેશાની માટે એટોમ બોમ્બના નામે ધમકી આપનાર પાકિસ્તાનની સેના અંગે હવે સવાલો ઉભા થયા છે.