ડોકલામ વિવાદમાં કૂતનીતિક જીત બાદ ભારતે વધુ એક દમ બતાવ્યો છે. અરૂણાચલ પ્રદેશથી બીજેપી સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂ ભારત-ચીન વચ્ચે દ્રિપક્ષીય સુરક્ષા સહયોગ પર આયોજિત દિલ્હીમાં પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકમાં સામેલ થયા. જોકે, આને ભારતની કૂટનીતિક સફળતાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ ચીને બેઠકમાં રિજિજૂની હાજરી પર આપત્તિ વ્યક્ત કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દ્વિપક્ષીય સુરક્ષા કરાર સંબંધીત બેઠકમાં રિજિજૂની હાજરીનો ચીને વિરોધ કર્યો. ચીનના એક સૂત્રએ જણાવ્યું કે, અમે ભારતના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો અને અમે આમાં સુધારો કરવાનું કહ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ રિજિજૂ કોઈ અન્ય કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમને બોલાવ્યા અને તેમને આ પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા જેમાં આંતરિક સુરક્ષા પર કેટલાક કરાર થયા. કિરણ રિજિજૂએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ભારતીય ડેલિગેશનનો ભાગ હતા.
અસલમાં ચીન અરૂણાચલ પ્રદેશને ઘણા સમયથી પોતાનો ભાગ ગણાવી રહ્યો છે અને અરૂણાચલના રહેવાસીઓને ભારતીય વિઝાની જગ્યાએ સ્ટેપલ વિઝા આપે છે. સાથે જ ચીન કોઈપણ ડેલિગેશનમાં અરૂણાચલના મંત્રી અથવા સાંસદના આવવાનો વિરોધ કરે છે. પરંતુ ભારતે ચીનના આ બધા વિરોધો છતાં અરૂણાપ્રદેશથી આવનાર મંત્રીને ડેલિગેશનમાં સામેલ કરીને ચીનને અનૂભૂતિ કરાવી દીધી છે કે, ભારત હવે ચીનને લઈને અલગ રીતની કૂટનીતિ કરી રહ્યું છે.